________________
રહો.
૪.
(“આત્મ પ્રાપ્તિ કેમ થાય' આ વિષયમાં જિજ્ઞાસાપૂર્વક પૂછેલા પ્રશ્નનનો આ વિસ્તૃત ઉત્તર છે). રૂચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે, ત્યારે પોતાની વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે નહી. ચોવીસે કલાક ચિંતવનમાં-વગરચિંતવનમાં એક આ જ (સ્વરૂપનું ઘોલન) ચાલતું રહે. બહારનો ઉપયોગ ઉપર ઉપર ચાલે છે તેમાં જાગૃતિ હોતી નથી. જે વિષયની રુચિ હોય છે તેમાં જ જાગૃતિ રહે છે. સેંકડો કાર્ય કરતા રહેવા છતાં પણ, તે બધાની ગણતા જ રહ્યા કરે છે અને રુચિનો વિષય જ મુખ્ય રહે છે. વિકલ્પાત્મક વિચારમાં પણ, શરીરાકાર ચૈતન્યમૂર્તિને ટાંકી દો, “હું તો આ જ છું” સુખ-દુઃખની જે કાંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો. “હું તો આ જ છું’ વિચાર ચાલે, તેની ગણતા રાખો. “હું તો એવો ને એવો ચૈતન્યમૂર્તિ છું.” બસ આ જ દઢતા કરતા સાંભળવું, શાસ્ત્ર વાંચવું વગેરે બધાની ગૌણતા થવી જોઈએ. એકાંતો વધુ અભ્યાસ રહેવો જોઈએ જેથી સ્વરૂપ-ઘોલન વધે) આ સમ્યફત્ત્વ પ્રાપ્ત ન થયું તો જીવ નિગોદમાં ચાલ્યો જશે. એમ નિગોદના ભયથી પોતાનું કાર્ય કરવા ચાહે, (જે યથાર્થ નથી.) પરંતુ અભિપ્રાયમાં નિગોદની અવસ્થા હો કે સિદ્ધની, મારો કાંઈ બગાડ-સુધાર નથી. હું અવસ્થારૂપ નથી.) એવી હું અચલિત વસ્તુ છું” –એવી શ્રધ્ધા જામી જવી જોઈએ. પર્યાય ગમે તેવી હો, તેની ઉપેક્ષા જ રહેવી જોઈએ. પદ્રવ્યની સાથે તો કોઈ સંબંધ જ નથી. એટલો આ વાતનો તો પક્ષ હોવો જોઈએ- પછી વસ્તુ ત્રિકાળી ધ્રુવ અને પરિણામ (ઉત્પાદ-વ્યય) એ બે વચ્ચેના વિચારમાં જ બધો સમય લગાવી દેવો. ચોવીસે કલાક બસ આ જ (સ્વરૂપનું ઘૂટણ) ચાલવું જોઈએ. પ્રવૃત્તિભાવને ગૌણ કરીને આ જ એકની જ મુખ્યતા હોવી જોઈએ. આ જ પ્રયાસ નિરંતર ચાલવો જોઈએ. વિશેષ દેતા માટે નીચેના બોલ વિચારો : એક જ (MASTER KEY) છે, બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ‘ત્રિકાળીપણામાં અહંપણું જોડી દેવાનું છે.” (૯૦). હું જ પુરુષાર્થની ખાણ છું ને! દષ્ટિ એ પુરુષાર્થની ખાણનો કબજો લઈ લીધો પછી પર્યાયમાં પુરુષાર્થ, સુખ વગેરે સહજ થાય જ છે. (૫૫). વર્તમાન અંશમાં જ બધી રમત છે. તે અંતરમાં દેખાશે તો (અનંત) શક્તિઓ દેખાશે, અને બહિર્મુખ થશે તો સંસાર દેખાશે. બસ, અંશથી (કોઈ જીવ) બહાર તો જતો નથી. આટલી મર્યાદામાં રમત છે. (૫૪૭) સમ્યગ્દર્શનનો વિષયભૂત આત્મા ધ્રુવ, અભેદ, એકરૂપ, શુદ્ધ, અખંડ ફૂટસ્થ, અપરિણામી છે. (૨૮૬) પુરુષાર્થના ધામમાં પુરુષાર્થ જામી ગયો-તેજ પુરુષાર્થ છે. જ્ઞાન ધામમાં જ્ઞાન જામી ગયો-તે જ જ્ઞાન છે સુખ ધામમાં સુખ જામી ગયો-તે જ સુખ છે. (૫૦૫) (પોતાના સુખ માટે) આખા જગતમાં બસ હું જ એક વસ્તુ છું અને કોઈ બીજી વસ્તુ છે જ નહિ. અરે! બીજી કોઈ વસ્તુ છે કે નથી, એવો વિકલ્પ પણ શા માટે? (૫૭૮) વિકલ્પ સહજ થાય છે, નિર્વિકલ્પતા પણ સહજ થાય છે અને હું પણ સહજ છું. (૫૫૫) (યાકાર અને જ્ઞાનાકાર) / આત્માની અનુભૂતિ એ જ જૈન શાસન છે.