________________
(૧૦)
સાર :
(૧)
૯
(૪)
(૫)
(૬)
(૩) અંદરમાં પોતાનું પરમ ચૈતન્ય નિધાન પડયું છે. જેમાં અનંત અનંત શકિતઓ પ્રત્યેક પરમ પારિણામિકભાવે સ્થિત છે એવો પરમ પદાર્થ પ્રભુ આત્મા છે. આવી મહાન વસ્તુ પોતે છે. તેનો આશ્રય કરવાથી પર્યાયમાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે.
(6)
(<)
T
જ્ઞાન સ્વમાં ઠરે ને આત્મા સ્વસમયરૂપ પરિણમે, રાગથી છૂટીને અનંત શક્તિનું નિર્મળ પરિણમન થવા માંડે એનું નામ ધર્મ.
(૯)
(૧૦)
આ, આત્મા એક સમયમાં, પરિપૂર્ણ અનંત શક્તિનો પિંડ-આમ સ્વમાં લક્ષ અને એકાગ્રતા આવતાં, જ્ઞાનનું, શ્રધ્ધાનું, વીતરાગતાનું, સુખનું એમ અનંતગુણોનું નિર્મળ પરિણમન એકીસાથે ઊછળે છે. નિર્મળતા પ્રગટે છે. તે જ ધર્મ ને તે જ મોક્ષમાર્ગ તેને સાધ્ય આત્માની સિધ્ધિ થઈ.
સ્વશકિતથી આત્મા પોતે અભેદપણે પોતાની નિર્મળ પર્યાયમાં પરિણમી રહ્યો છે. આનું નામ જૈનદર્શન, આનું નામ વસ્તુ સ્વભાવની પ્રસિધ્ધિ ! જૈનદર્શન એટલે વસ્તુ સ્વભાવનું દર્શન !
(૪) જૈન ધર્મ એક વીતરાગભાવ સ્વરૂપ છે.
જૈનધર્મ તો એક વીતરાગભાવ સ્વરૂપ છે, શુધ્ધ ચૈતન્યના પરિણમન સ્વરૂપ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે નિશ્ચયના આશ્રયે પ્રગટ થાય છે.
જેટલા સ્વનો આશ્રય છે તે નિશ્ચય અને જેટલો પરનો આશ્રય છે તે વ્યવહાર. પર જેનો આશ્રય છે તે વ્યવહાર સઘળો છોડવા યોગ્ય છે. અસંખ્યાત લોકપ્રમાણ જેટલા વ્યવહારભાવ છે તે મિથ્યાભાવ છે. આ વ્યવહાર ભલો છે એવી માન્યતામાં જેટલા વિકલ્પ ઊઠે તેટલા મિથ્યાભાવ છે. પર આશ્રિત વ્યવહાર જ બધો છોડાવ્યો છે.
સ્વનો આશ્રય કરવો બસ એ જ એક સુખી થવાનો ધર્મનો પંથ છે.
‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’
‘સ્વ-આશ્રિત' માં સ્વનો અર્થ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ લેવો. ત્રિકાળી એક જ્ઞાયક ભાવ પ્રભુ આત્મા જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે એના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે.
આત્માશ્રિત અર્થાત્ સ્વઆશ્રિત નિશ્ચયનય છે. નિશ્ચયનય એટલે ત્રિકાળી ધ્રુવ સત્યાર્થ વસ્તુ. અથવા નિશ્ચયનય એટલે જ્ઞાનનો શુધ્ધ અંશ જેનો વિષય ત્રિકાળી ધ્રુવ સ્વ છે. એ ત્રિકાળી સ્વને (અભેદથી) શુધ્ધનય કહે છે.
ચિદાનંદ ધન પ્રભુ આત્મા જ પોતાનું પરમસ્વરૂપ છે અને તેને જ અભેદથી
શુધ્ધનય કહે છે. તે એકના જ આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે.
નિશ્ચયનય વડે શુધ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે વ્યવહારનો નિષેધ કરાયો છે. જ્યાં પોતે સ્વના આશ્રયમાં જાય છે ત્યાં વ્યવહારનો નિષેધ સહજ થઈ જાય છે,