________________
અધ્યાત્મશાસ્ત્રના ભાવ કઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પિતાની મેળે વાંચો લે તે સ્વચ્છેદે અપૂર્વ આત્મબોધ પ્રગટે નહિ. ગુરુગમરૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત સીધું સાંભળવું જોઈએ. “દીવે દીવો પ્રગટે. સત ઝીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાને યોગ સહજ હોય છે. શ્રીમદે કહ્યું છે: બૂઝી ચહત જે પ્યાસ, હું બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત.
–૧૧૮.
શુદ્ધતા ને અશુદ્ધતા બંને હોવા છતાં જે શુદ્ધસ્વભાવ ઉપર દષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? ઉપાદાન ને નિમિત્ત બને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કેણુ? શુદ્ધરસ્વભાવ ને રાગ, અથવા નિશ્ચય અને વ્યવહાર–બજો હોવા છતાં, નિશ્ચય દ્રવ્યરસ્વભાવ તરફ દષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કેણુ? નિર્મળ જ્ઞાચકરસ્વભાવ તરફના વલણ વગર સ્વ-પરને જાણવાને વિવેક ઊઘડશે નહિ, અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાન્તનું પ્રયોજન છે. ૧૨૦.
ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય; પરંતુ એમ નથી. આત્મા "પુરુષાર્થ કરે અને કર્મને નાશ ન થાય એમ બને જ નહિ; અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મને નાશ થશે છે–એમ પણ નથી. આત્માને સમ્યગ્દર્શનને કાળ છે તે વખતે દર્શનમોહનીયના નાશ વગેરેનો કાળ છે, જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના સોપશમને કાળ છે અને રાગાદિના અભાવને
કાળ છે