________________
(૫) અકર્તાપણું એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.
૧)
તું જ્ઞાચક જ છો, એમ નિર્ણય લાવ ! જ્ઞાયક જ છો, પણ એ જ્ઞાચકનો નિર્ણય કરવાનો છે.' પુરુષાર્થ કરું.. ક... પણ એ પુરૂષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું... કરું... કરીને કાંઈક નવું કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય પર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. પરનું કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો ?' તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધા ઝગડા મટી જાય પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તાસ્વરૂપ છો. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમા જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એકજ વસ્તુ છે, એ ખરેખર જૈનર્શન છે. અહાહા ! જૈનદર્શન આકરું બહુ ! પણ અપૂર્વ છે. અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ તેનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી. કેમકે પર્યાય ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરૂં તો થાય એમ નથી. અહાહા ! ભાઈ ! માર્ગ આકરો છે. અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય ગુણ પણ એનો કર્તા નહિં એમ કહીને એકલી સર્વજ્ઞતા - વીતરાગતા સિદ્ધ કરીને અકર્તાપણું - એકલું જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે.
(૧૦)