________________
दंमणम्लो धम्मो
' ધર્મનું મળ સમ્યગ્દર્શaછે.
સંવત.
વર્ષ-૨
૨૦૬૩
અંક-૧
September A.D. 2007
ORICNHS શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પન્ન
જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા ને 'S અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા છે
,
જ્ઞાનસ્વભાવી આત્મા છે તે જ્ઞાન અત્યારે પણ ઇન્દ્રિયના અવલંબનથી જાણે કે ઇન્દ્રિય વગર? જો વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્યજ્ઞાનસ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે (જે) સામાન્યજ્ઞાન છે તેનું વિશેષ શું? આત્માનું જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી પણ સામાન્યજ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે છે. જો વર્તમાનમાં વિશેષજ્ઞાનથી જીવ ન જાણતો હોય અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષજ્ઞાને શું કાર્ય કર્યું? ઈન્દ્રિયથી આત્મા જ્ઞાનનું કાર્ય કરતો જ નથી. જ્ઞાન પોતાથી જ વિશેષરૂપ જાણવાનું કાર્ય કરે છે.
નીચલી દશામાં પણ જડઇન્દ્રિય અને જ્ઞાન ભેગા થઈને જાણવાનું કાર્ય કરતા નથી ગ સામાન્યજ્ઞાન જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરૂપ જ્ઞાન વર્તમાન જાણવાનું કાર્ય કરે છે.
શ્રોતા –જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે છે તો ઇન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી?
- પૂજ્ય ગુરુદેવશ્રી – જ્ઞાનની તેવા પ્રકારની વિશેષતાની લાયકાત ન હોય, ત્યારે ઇન્દ્રિય ન હોય. ઇન્દ્રિય હોય ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે; કેમકે જ્ઞાન પરના અવલંબન વગરનું છે.
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ”—એમ શ્રી “મોક્ષમાર્ગપ્રકાશમાં
સપ્ટેમ્બર, ૨૦૦૭ ]
આત્મધર્મ