________________
6) ૮) અા ! એકવાર તો એમ (અંદરમાં) આવ્યું હતું કે જાણે જ્ઞાનની પર્યાય જે છે તે એક જ
વસ્તુ છે. બીજી કોઈ ચીજ જ નથી. એક જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે. એક સમયની જાણવા-દેખવાની સ્વ-પર પ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય, એના અનંત ગુણો એમની ત્રણકાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાય બધુંય એક સમયમાં જણાય છે. આખું જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં, પોતાના દ્રવ્યગુણ, છ દ્રવ્યો આવતા નથી તેમનું જ્ઞાન પર્યાયમાં આવે છે. આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપમાં પોતાના સ્વરૂપથી જાણે છે તેમ બાહ્ય પદાર્થોની સમીપમાં
પણ પોતાના સ્વરૂપથી જાણે છે. ૧૦) જ્ઞાનની પર્યાય એકલા પરને જ જાણે છે એ મિથ્યાજ્ઞાન છે. આત્માનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક
છે, તેથી એકલા પરને જાણે અને સ્વને ભૂલી જાય એ તો મિથ્યાજ્ઞાન છે. જીવ પોતાના
ઊંધા પુરુષાર્થથી સમજતો નથી, સીધા પુરુષાર્થથી પોતાનું સ્વરૂપ સમજાય તેવું છે. ૧૧) “જે સ્વરૂપ સમજ્યા વિના - પામ્યો દુઃખ અનંત આત્મસિધ્ધિ પહેલી લીટી. પર્યાય છે તો
પોતાની અવસ્થા, પણ પર્યાયો અને ભેદ પર લક્ષ જતાં અજ્ઞાનીને વિકલ્પ - રાગ થશે, નિર્વિકલ્પતા નહિ થાય. તેથી અભેદની દૃષ્ટિ કરાવવા પર્યાય અને ભેદોને ગૌણ કરી તેને વ્યવહાર કહી, ત્રિકાળી અભેદ
વસ્તુનો આશ્રય કરાવવા તેને મુખ્ય કહ્યો છે અને મુખ્ય તે નિશ્ચય. ૧૨) બધા જ પ્રસંગોમાં દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખતા - એટલે કે જે જ્ઞાનની પર્યાય સ્વ-સન્મુખ
વળી એવો નિર્ણય કરે છે, “જે જણાય છે તે હું જ છું' તે શુદ્ધ સ્વભાવના આશ્રયે જ્ઞાનની પર્યાય સમયે સમયે નિર્મળ થતી જાય છે અને જો બે ઘડી એવી અભિપ્રાયની ધારા રહે તો એ જ્ઞાનની પર્યાય પૂર્ણ શુદ્ધ - જેવો સ્વભાવ છે એ રૂપે પરિણમી જાય છે. એ જ્ઞાનની પર્યાય પોતાને, યર્થાથ, શ્રધ્ધાનપૂર્વક, વીતરાગતા પૂર્વક - અને અપૂર્વ સુખના વેદન સહિત પરિણમી જાય છે - આ દશાને સ્વાનુભૂતિની દશા - આત્માનો અનુભવ કહેવામાં આવે છે. એમાં ભગવાન આત્મા જણાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વિધિ છે. સુખી થવાનો આ જ એક ઉપાય સર્વજ્ઞ ભગવંતોએ બતાવ્યો છે. આચાર્યોએ ગ્રંથોમાં એનું નિરૂપણ કર્યું છે. જ્ઞાનીઓએ આજ વિધિ અનુભવ - પ્રમાણ કરી જિજ્ઞાસુ જીવોને સુખી થવા બતાવી છે. 4 4 ગુણનાં નિર્મળ પરિણમનનો ક્રમ ધ્યાન રાખવા જેવો છે. ૧) રૂચી ૧) પ્રતીતિ ૩) જિજ્ઞાસા ૪) લક્ષ ૫) એકાગ્રતા અને ૬) અનુભવ.