________________
388&&&&&&&&&&&&&&&&&&&&&&&&XXXXXXXXXXXXXXXXXX
૮ નાસ્તિત્વ-અવકતવ્યનય - આત્મદ્રવ્ય નાસ્તિત્વ-અવકતવ્યન ૫રદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી તથા યુગપદ્ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી નાસ્તિત્વવાળું—અવકતવ્ય છે. અસ્તિત્વ-અવકતવ્યની માફક આ ધર્મ પણ સમજી લેવો. જેમ અસ્તિત્વધર્મનું કથન કરતાં નાસ્તિત્વ વગેરેનું કથન બાકી રહી જતું હતું માટે અસ્તિત્વ-અવકતવ્ય ધર્મ કહ્યો, તેમ અહીં “આત્મા પરપણે નથી” એમ નાસ્તિત્વધર્મ કહેતાં “આત્મા સ્વપણે છે એવું અસ્તિત્વનું કથન બાકી રહી જાય છે, નાસ્તિત્વ કહી શકાય છે પણ બંને સાથે કહી શકાતા નથી. માટે આત્મા “નાસ્તિત્વ-અવકતવ્ય” ધર્મવાળો છે. '
૯. અસ્તિત્વ-નાસ્તિત્વ અવકતવ્યનય - આત્મામાં સ્વપણે અસ્તિત્વ છે, પરપણે નાસ્તિત્વ છે, એ બંને ધર્મો, એક પછી એક કહી શકાય છે પણ એક સાથે કહી શકાતા નથી, એ રીતે આત્મા “અસ્તિત્વ–નાસ્તિત્વ-અવકતવ્ય નામના ધર્મવાળે છે. આ ધર્મમાં ત્રણ શબ્દો આવ્યા તેથી તેના વાગ્યરૂપ ત્રણ જુદા ધર્મો ન સમજવા, પણ ત્રણેના વાટ્યરૂપ એક ધર્મ છે એમ સમજવું.
૧૦, વિકલ્પનય - આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે. અહીં વિકલ્પનો અર્થભેદ છે. વસ્તુમાં દર્શન -જ્ઞાન–ચારિત્ર ઇત્યાદિ જે ભેદ છે તેને વિકલ્પ કહેવાય છે. વિક૯૫ એટલે રાગ નહિ પણ વિક૯૫ એટલે ભેદ. એક આત્મા જ એક સમયમાં ભેદવાળે છે. વિકલ્પનયથી જોતાં આત્મા અનંત ગુણુ-પર્યાના ભેદપણે ભાસે છે, એવો તેનો ધર્મ છે.
૧૧. અવિકલ્પનય - આત્મદ્રવ્ય અવિકલ્પનયે, એક પુરુષમાત્રની માફક અવિકલ્પ છે. જેમ એક જે પુરુષ-બાલ-યુવાન–વૃદ્ધ એવા વિનાને એક પુરુષ માત્ર જ છે, તેમ અભેદનયથી આત્મા અભેદ છે. અનંતગુણે
હોવા છતાં આત્મા કાંઈ અનંત થઈ જતાં નથી, આત્મા તો એક જ છે. ગુણ-પર્યાયના ભેદ હોવા છતાં દ્રવ્યપણે { તે આત્મા એક અભેદ છે. અભેદનયથી આત્માને જુઓ તો તેમાં ભેદ નથી, આ આત્માને અભેદ ધર્મ છે. 638XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
so-sessssssuuuuuuuuuuuuuuuuuuuN
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપે સમજે છે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૭૭.