Book Title: Shodashak Granth Vivaran
Author(s): Haribhadrasuri, 
Publisher: Keshavlal Jain

View full book text
Previous | Next

Page 6
________________ મોહનભાઈને વસવાટ હતો. તેઓ પણ તપસ્વી અને ધર્મ નિયમમાં ચુસ્ત હતા. કેળવણી તરફ વિશેષ રૂચી રાખતા. ૧૯૮૦ માં તેઓ માંદા પડ્યા ત્યારે જીવનની અનિત્યતા સમજીને કેમ્પમાંથી બને ભાઈઓને બોલાવ્યા. તેમને પુત્ર નહોતો અને ભાવના હાથે તે સાથેની હતી તેથી પિતાની સ્ત્રી વગેરેને માટે ગુજરાનની રકમ અલાહેદી કાઢીને વિશેક હજારની સખાવતનું વીલ કરતા ગયા. ખાસ કરીને આખું કુટુંબ કેળવાએલું. ધર્મપ્રેમી અને કેળવણના ક્ષેત્રોમાં વિકાસ તરફ રૂચીવાળું હોવાથી મેહનભાઈના વીલની વ્યવસ્થા કરવા સાથે ભાઈ ગુલાબચંદભાઈ તથા મગનલાલભાઈએ પણ સખાવતના ઝરણામાં ઉમેરો કર્યો છે તેમ જેવાશે. ઉછરતી પ્રજાને બાળપણથી ધાર્મિક સંસ્કાર આપવાની તેમની હમેશાં ભાવના જેવાતી અને એ વાત લક્ષમાં રાખીને વઢવાણ શહેરમાં બાળક-બાળાઓને ધાર્મિક શિક્ષણ આપવાને શાળા કે પાઠશાળા ખોલવાની વિલમાં ભલામણ કરેલી તે મુજબ કાયમી પાઠશાળા નભાવવાને શ્રી સંઘને રૂા. પાંચ હજાર સુપ્રત કરીને શેઠ મેહનલાલ વાઘજી જૈન પાઠશાળા” નામ રખાવ્યું અને તે સંસ્થા ચિરસ્થાયી બનાવવાને તેના માટે લગભગ દશ હજાર રૂા. ખર્ચને મોટા દેરાસરજી નજીક “શેઠ મેહનલાલ વાઘજી જૈન પાઠશાળા બીડીંગ પાકા પાયાનું માળબંધ બંધાવી ઉપર્યુક્ત નામથી શ્રી સંધને સુપ્રત કરવામાં આવ્યું છે. એટલું જ નહિ પણ તે બીલ્ડીંગમાં અહોરાત્રી જ્ઞાન-ધ્યાન થઈ શકે માટે શેઠ વાઘજી કમળશી સામાયકશાળા ખુલ્લી મૂકવામાં આવી છે તેમાં જોઈતા ઉપકરણ વસાવી દેવામાં આવ્યા. જેનો લાભ આબાલવૃદ્ધ લઈ શકે અને તેમને જ્ઞાન-ધ્યાન-વાચન-મનનની અનુકૂળતા રહે તે માટે ભાઈ ગુલાબચંદ વાઘજી તરફથી લગભગ રૂા. તેરસે ખચીને વકીલ ગુલાબચંદ વાઘજી જૈન પુસ્તકાલય ખેલવામાં આવ્યું તથા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 430