Book Title: Shodashak Granth Vivaran
Author(s): Haribhadrasuri, 
Publisher: Keshavlal Jain

View full book text
Previous | Next

Page 4
________________ ભાઈ મેહનલાલ વાઘજીને જીવન પરિચય શિકાઓ પહેલાં મારવાડમાંથી એક શ્રીમાળી કુટુંબ સૌરાષ્ટ્ર તરફ ઉતરી આવ્યું જેમાંથી થોડા (વર્ધમાનપુર) વઢવાણ શહેરમાં રહ્યાં અને બીજા ભાઈઓએ સૌરાષ્ટ્રને છેડે મહુવા (મધુમાલતી)માં જઈને વસવાટ કર્યો. (આ. શ્રી. વિજયનેમી સૂરિના વડવાઓ) વઢવાણુ વસેલ કુટુંબનું સત્તર ભાઈઓનું જૂથ હતું તેથી તેઓ સત્રાની અટકથી ઓળખાયા. વઢવાણ શહેરમાં આ કુટુંબની આગેવાની જામતી ગઈ અને શહેરની શેઠાઈ જેવા જવાબદાર સ્થાનનો કળશ તેમને શિરે ઢળાય. રાજ્યમાં માન અને પ્રજાને વિશ્વાસભર્યો પ્રેમ છતી ગયેલા નથુ દામા શેઠની આગેવાનીને હજી તે એક સકે પૂરો થયો નથી. અને તે વખતની “મહાજન' ની પ્રતિભાના તેજથી આ જ પણ વઢવાણના મહાજનની સર્વોત્કૃષ્ટતા વખણાય છે. હજુ પણ આ કુટુંબ મહાજન તથા સંધમાં એક આગેવાન તરીકે છે. નથુભાઈના એક ભાઈ કમળશી શેઠના દીકરા વાઘજીભાઈ ગર્ભશ્રીમંતાઈમાં ઉછરેલા ધંધે ધીરધારનો તેમ જ કરીયાણાની દુકાન ચાલતી. ઉત્તરાવસ્થાએ પહોંચવાથી જંજાળ સંકેલી ધર્મ–આરાધનામાં જીવનને શેષ કાળ રેકી બેઠા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 430