________________
આવે છે? અને માતા બાળકથી ત્રાસી પણ જાય છે. પણ કંઈ બાળકને ત્યાગ કરતી નથી. આ રીતે આત્મા રાગદશાથી હેરાન થાય છે. તે પણ તે રાગને તજી શકતે નથી. અનંત અનંત ભવથી આત્માને રાગ સતાવ્યા કરે છે. ચતુર્ગતિ સંસારમાં રઝળવે છે.
રાગ અને દ્વેષ એ પણ એક પ્રકારનાં કષાયે છે. ક્રોધ – માન – માયા અને લેભ એ ચારમાં ક્રોધ અને માન એ બે દ્વેષના કારણથી ઉત્પન્ન થાય છે. અને માયા અને લભ એ બે રાગના કારણથી ઉત્પન્ન થાય છે. ક્રોધ - માન – માયા અને લોભ, રાગ અને દ્વેષ એ બધા કારણથી આભા ઉપર મેલ જામી જાય છે. એ આત્માને મલીન બનાવનાર છે. બંધુઓ! પર્યુષણ પર્વના દિવસે માં આ બધી મલીનતાઓને દૂર કરી આત્માને આપણે શુદ્ધ બનાવે છે. આ બધા કષાયે કળશે ત્યારે જ આપણા વિચારોમાં પવિત્રતા આવશે.
આચારશુદ્ધિ પહેલાં વિચાર શુદ્ધિની ખૂબ જરૂર છે. કોઈ પણ કાર્યની પાછળ પ્રથમ વિચાર શુદ્ધિ હોવી જોઈએ. જે વિચાર બગડે તે ઉચ્ચાર બગડે છે અને ઉચ્ચાર બગડે તે આચાર બગડે છે. કારણ કે જેવું વિચારમાં હોય તેવું વાણીમાં આવે છે અને જેવી વાણી હોય છે તેવું જ વર્તન હોય છે. માટે સૌથી પ્રથમ વિચારને સડો નાબૂદ કરે. કરંડિયામાં બધી જ કેરીઓ સારી હશે પણ જે એક જ કેરી સડેલી હશે તે તે બધી કેરીઓને બગાડી નાખે છે. તેમ આપણે ક્રિયાઓ ગમે તેટલી સરસ કરતા કેઈએ પણ એમાં વિચારોની મલીનતા હશે તે તે ઉત્તમ કિયાને પણ બગાડી મૂકશે. વહાણ વડે હજારો મનુષ્ય નદી પાર કરે છે પણ ઘણી વાર એ જ વહાણ નદીમાં ઉંધું પણ વળી જાય છે અને તેમાં બેઠેલા માણસો નદીમાં ડૂબી જાય છે. આવું તમે ઘણી વખત સાંભળ્યું હશે. એ ન્યાયથી આપણે સમજી શકીએ છીએ કે જે સાધન તરાવનાર છે તે જ સાધન ડૂબાડનાર પણ છે. નૌકાને નાવિક જે કુશળ ન હોય તે તેની નૌકા ઉંધી પડી જાય છે તેમ આ દેહ આત્મસાધનાનું સાધન છે. પણ જે જીવાત્મારૂપી નાવિક જાગૃત નહીં હોય તે એ નૌકા કયારે ઉંધી પડી જશે, કયાં અથડાઈ જશે તેની ખબર નહિ પડે.
જેમ તમે પાણીને ગાળીને વાપરે છે તેમ તમે તમારા વિચારને ગળીને શુદ્ધ બનાવીને આચારમાં લાવે. દાન અને તપની સાધના ઉત્તમ છે. દાન દેવાથી જીવ સ્વર્ગમાં જાય છે એવું તમે સાંભળ્યું હશે પણ તમે એવું સાંભળ્યું છે કે દાન દેવા છતાં પણ નરકમાં ગયે હેય! નાગેશ્રીએ દાન કર્યું હતું. અને એ દાન કરવા છતાં પણ નરકમાં ગઈએનું કારણ શું? અને સુબાહકુમારે પણ દાન દીધું હતું. એ દાનના પ્રભાવે સ્વર્ગમાં ગયા. એને માટે સુખવિપાક સૂત્રમાં પૃછા થઈ કે અહે ભગવંત ! સુબાહુકુમારે પૂર્વભવમાં શાં દાન કર્યા, પુણ્ય કર્યા કે જેના પ્રતાપે આ ભવમાં –
"सुबाहुकुमारे इठे इठरुवे, कते कतरुवे, पिये पियरुवे, मणुन्ने मणामरुवे, सोमे सुन्नगे, पियह सणे सुरुये ॥"