________________
૪૪૩ રાખીને કામ કાઢી ગયાં. સિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે તેમનું નામ લખાઈ ગયું. આજે એવા લેનાર અને દેનાર દુર્લભ છે. સૂત્રમાં કહ્યું છે કે
____ दुल्लहा उ मुहादाइ मुहाजीवि वि दुल्लहा ।।
મુઠ્ઠા વાર્ મુદ્દ જીવિ રો વિ છત્તિ સુજારૂં || દશ. અ. પ-૧૦૦ લેનાર પણ સુપાત્ર હોય, દેનાર પણ સુપાત્ર હોય અને દાન પણ નિર્દોષ હોય તે સેનામાં સુગંધ ભળે. જેમ દૂધ પોતે સ્વભાવથી જ મીઠું છે, તે પણ તેમાં સાકર ભળે તે મીઠાશ ઓર વધે. અને તેમાં પણ કેશર, બદામ, ઈલાયચી, પીસ્તા અને ચારેળી નાંખવામાં આવે તે કેટલી મધુરતા આવે ! તેમ દાતા અને લેનાર બંને સુપાત્ર હોય તે બંને સુગતિમાં જાય છે.
મુખ્ય વાત એ હતી કે જીવ મહા આરંભી અને મહાપરિગ્રહી બનવાથી નરકમાં જાય છે. પંદર કર્માદાન એટલે એકાંત કર્મબંધનને જ વેપાર માટે જે તમે ભગવાનના સાચા શ્રાવક હે તે પૈસા કમાવાના લેભે પાપના વેપાર કરશો નહિં. ભલે કોઈ છાના પાપ કરે પણ એ પાપ ફૂટી નીકળશે. જે કમને કર્તા છે તે જ ભોકતા છે. એ સિદ્ધાંત તમારા હૈયામાં લખી મૂકજે. નીતિનાં નિવેદોકડા સારાં છે પણ અનીતિના લાખે રૂપિયા ખેટાં છે, એમ સમજીને સાચા રાહ પર આવી જજે.
ભૂગુ પુરેહિતનાં બે પુત્ર સાચા રાહ પર આવ્યાં છે. એના પિતાને કહે છે બાપુજી! અજ્ઞાનપણે ભણાયેલા વેદનું જ્ઞાન નરકગતિમાં જતાં અટકાવશે નહિ. તેમજ જે બ્રાહ્મણે યજ્ઞમાં પશુની આહુતિ આપવી, આદિ પાપ-જનક કાર્યોનું પ્રતિપાદન કરનાર છે એમને જમાડવાથી સદગતિ થવાની નથી. તેમજ
जाया य पुत्ता न हवन्ति ताण, को नाम ते अणुमन्नेज्जएय । પુત્રે પણ પરલોકમાં ત્રાણ-શરણ થનાર નથી. પિતાજી, તમારી આવી વાતને માનવા કેણ તૈયાર થાય? આ બાળકેની ભાષામાં પણ કેટલે વિવેક છે! એમના એકેક વચનમાં કેટલે વિવેક ભર્યો છે !
ભૂગુ પુરેહિતને અત્યારે એના પુત્રો પ્રત્યે મેહ છે એટલે આ બધું કહે છે. પણ અંતે તે પુત્રોની વાત એના હૃદયમાં ઉતરશે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ આઠ પ્રવચન માતા છે, તેમાં ભાષા સમિતિને નંબર પણ છે. બધાએ ભાષાને ખૂબ ઉપયોગથી વાપરવાની છે. તમે જાણે છે ને કે સારી અને કિંમતી વસ્તુ ઉપર ચેકી પહેરે હોય તેમ ભાષા પણ કિંમતી છે એટલે એના ઉપર બત્રીસ દાંત રૂપી બત્રીસ તેના ચોકીયાત છે. અને બે હોઠ રૂપી જેની આસપાસ મજબૂત કેટ છે. એવી જીભમાં ભાષા છે.