________________
૬૩૫
ઉંમરમાં જ દીક્ષા લીધી હતી. અને ખૂબ જ્ઞાન મેળવ્યું હતું. માતા અને પુત્રી બંને પ્રખર વિદ્વાન હતા. સલાહ-સુચન આપે તેવા પ્રતાપી હતાં. પૂજ્ય પાર્વતીબાઈ મ. સ. પૂજ્ય પુરીબાઈ મ. સ. અને સંતકબાઈ મ. સ. ગુરૂણ હતાં. તેમના પ્રતાપે જ આજે તેમને શિષ્યા-પરિવાર વિદ્યમાન છે.
- જ્યારે જ્યારે પિતાના ઉપકારી, પરમ તારક ગુરૂ-ગુરૂણીની પુણ્યતિથિને દિન આવે ત્યારે શિષ્ય-શિષ્યાઓને પિતાના ઉપકારી ગુરૂજનો યાદ આવે છે. પિતાના ઉપકારી વડીલના ઋણથી મુક્ત થવા કંઈક કરી છૂટવાની ભાવના થાય છે. પૂ. સ્વ. પાર્વતીબાઈ મહાસતી ખૂબ ગુણીયલ, ચારિત્રનિષ્ટ હતાં, તેમનાં આપણે જેટલાં ગુણ ગાઈએ તેટલાં ઓછાં છે. પહેલાના સમયમાં લઘુવયમાં બા. બ્ર. સાધ્વીજી બહુ ઓછા નીકળતાં હતાં.
પૂજ્ય પાર્વતીબાઈ મહાસતી ૪૨ વર્ષ દીક્ષા પર્યાય પાળી આસો વદ બીજ ને રવિવારના દિવસે પોરબંદર મુકામે ૧૯૨માં બપોરના ત્રણ વાગે કાળધર્મ પામ્યા હતાં. અંતિમ સમય સુધી ખૂબ જ શુદ્ધિ હતી. પોતાના શિષ્યાઓ અંતિમ સમયે સૂવની, સ્વાધ્યાય કરાવતાં હતાં. તેઓએ કહ્યું કે હું મારી જાતે જ બધું કરી લઈશ. પિતાની જાતે જ સ્વાધ્યાય કરી, શરણ લીધાં. જીવનભર અપ્રમત્તપણે રહ્યાં હતાં તેથી અંતિમ સમય સુધી એ જ અપ્રમત્તાવસ્થા રહી હતી. સ્વાધ્યાય ધ્યાનમાં ઓતપ્રેત રહી પિતાની સંયમ સાધના સફળ કરી. આવા પવિત્ર રત્ન ચાલ્યા જાય છે અને સંયમની સૌરભ મહેકાવતા જાય છે. પવિત્ર આત્માઓનું જીવન આપણને ખૂબ પ્રેરણાદાયી બને છે.
ખંભાત સંપ્રદાયના મહાન વૈરાગી સ્વ. પૂજ્ય તારાબાઈ મહાસતીજીન જીવનની ટૂંકી રૂપરેખા.
આજે પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી આપતાં અમારા પૂ. તારાબાઈ મહાસતીજીનું પવિત્ર જીવન યાદ આવે છે. એમની પુણ્યતિથિ મહા વદ બીજની છે. અને, આજે આ વદ બીજને દિવસ છે. ખંભાત સંપ્રદાયના ક્ષેત્રોમાં તેમની પુણ્યતિથિ અશાડ વદ બીજની નિર્માણ કરી છે. જેથી ચાતુર્માસના દિવસે માં વધુ ધર્મકરણું થઈ શકે.
ખરેખર! પિતાના ગુરૂવની પુણ્યતિથિ તે શિષ્ય ઉજવે, શિષ્યવ્રા હૃદયમાં ગુરૂનું સ્થાન હોય જ. પણ ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન લેવું, ગુરૂણી પિતાના શિષ્યાની તિથિ ઉજવે છે તે ખૂબ મહત્વની વાત છે. એ આત્મા કેટલે પવિત્ર અને હમી હશે? તારાબાઈ મહાસતીજીના જીવનમાં ઘણાં જ ગુણે હતાં. આજે સમય થઈ ગયેલ છે તેથી બહુ લાંબુ વિવેચન કરતી નથી. ટૂંકમાં થોડું કહું છું.