________________
(૩૫)
બંધુઓ, દુઃખ કયાં છે? મમતામાં. જ્યાં મમતા નથી ત્યાં દુઃખ પણ નથી. મમતામાં દુઃખ અને સમતામાં સુખ. જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મમતા થઈ અને ત્યાં દુઃખ ઉભું થયું. પછી એના જ વિચારો આવે. મન એનામાં જ રમ્યા કરે, પછી આધ્યાત્મિક પ્રગતિ કયાંથી થાય? જેમ પતંગ દેરથી બંધાયેલ છે તેમ આ જીવ મમતાના દોરાથી બંધાયેલ છે. તેથી જીવ ગમે ત્યાં જાય પણ મમતા રૂપી દો એને પાછે નીચે લઈ આવે છે. ચક્રવતી જેવા ચક્રવતીઓએ જ્યારે છ ખંડના રાજ્યની મમતા છેડી દીક્ષા લીધી ત્યારે તેમને રાજ્ય કરતાં ત્યાગમાં ખૂબ આનંદ આવ્યું. છોડવામાં મર્દાનગી છે, ભેગું કરવાનું કામ તે ભિખારીએ પણ કરે છે. જે છેડે છે તે મહાન છે. ત્યાગ
ર્યા વિના માનવ કદી મહાન બની શકતું નથી. ચક્રવતીઓ ભેગોને છેડી દે છે ત્યારે તેઓ તેને તણખલું જાણીને છેડી દે છે. જે દુઃખ આપે, મગજમાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી કરે એની મમતા શા માટે રાખવી? વિષયેની આસક્તિ એ તે કર્મનું બંધન છે.
વિષયે મહીં આસક્તિ છે, એ બંધનું કારણ કહ્યું,
વિષયે મહીં વિરક્તિ જે, એ મેક્ષનું કારણ કહ્યું જે વસ્તુને છોડવા બેઠા તેના પ્રત્યે મમતા રાખવામાં આવે તે છોડી શકાય નહિ. મમતા એ બંધનું કારણ છે. અને વિષય તરફથી વિરક્તિ એ મોક્ષનું કારણ છે. જેને છેડવા બેઠા એની કિંમત પિતાના આત્મા કરતાં ઓછી લાગે તે જ છેડી શકાય. નહીંતર છૂટે નહીં. કદાચ સમજ્યા વિના છૂટી જાય તો પાછળથી બળતરા થાય. ચક્રવતીઓએ છ ખંડનું રાજ્ય તણખલા તુલ્ય ગણીને છોડયું અને સમતાનું સિંહાસન. મેળવી લીધું. ચારિત્રની મઝા જ એવી છે કે તમારા અંતરમાં આનંદની લહેર આવે, મતી આવે. પછી એ મસ્તી આગળ સંસારનાં બધાં જ સુખ તુચ્છ લાગે. ત્યાગ સહેજે આવી જાય. ગમે તેવી સુંદર વસ્તુ સામે આવીને ઉભી રહે તે પણ મૂછ થાય નહિ. ત્યાગીઓ છોડે તે એમ કહે કે મેં તુચ્છને છેડયું અને પરમને મેળવ્યું. અક્ષયસુખનું અને પરમ સુખનું કારણ ત્યાગ-ચારિત્ર છે. જ્ઞાન અને ચારિત્રથી આત્મામાં એવી શક્તિ, પેદા થાય છે કે પાપ તે એને અડી શકે જ નહીં. વિશ્વની કોઈ પણ તાકાત એનાથી બળવાન નથી.
જ્ઞાન અને ચારિત્રથી આત્મામાં વિવેક આવે છે. તેથી એ સમજે છે કે હું તે આત્મા છું. હું જે દેહમાં વસું છું એ દેહને જે દુખ આવે છે તે બીજું કંઈ આપતું નથી. પણ દુઃખ આપનાર મારા પિતાના જ કર્મો છે. માટે પહેલાં મારે કમને હણવાં છે, જેમ પગમાં કાંટો વાગે અને કાંટો ન નીકળે ત્યાં સુધી વેદના થાય છે. તેમ કર્મ આત્માની સાથે લાગેલા છે ત્યાં સુધી એક નહીં તે બીજી વેદના તે આવવાની જ છે. હું આત્મા છું એવી પ્રતીતિ થયા પછી પૂર્ણ બનવા માટે જે કંઈ ક્રિયાઓ થાય છે તેમાં
શા, ૪૯