________________
૫૭
રાણી કહે છે સ્વામીનાથ! હું' પણ તમારા વિના ક્ષણવાર ન જીવી શકું. મારુ સૌભાગ્ય અખંડ રહે, આપ દીઘાયુ`ષી ખનો. છતાં કદાચ ન બનવાનું બની જાય. જે ઘડીએ હું આપના અશુભ સમાચાર સાંભળું તે જ ક્ષણે આ દેહમાંથી પ્રાણ ઉડી જવાના એ વાત નિશ્ચય સમજી લેજો. શેઠાણીની વાત સાંભળી શેઠને ખૂબ આનંદ થયા. અહા શુ શેઠાણીને મારા પ્રત્યે પ્રેમ છે. તમારા શ્રીમતીજી તમને આવા જવાબ આપે તે તમને પણ આવેા જ આનંદૅ થાય ને ? (હસાહસ).
એક વખત શેઠના મનમાં થયું' કે આ શેઠાણી કહે છે કે હું તમારા વિયેાગ સહન ન કરી શકું. પણ એની શી ખાત્રી? હું' મરી જાઉં તે મને શી ખબર પડશે? એના કરતાં જીવતાં જ પરીક્ષા કરી લઉં. શેઠ ઘેાડાગાડીમાં બેસી સાથે એક નાકરને લઇને બહારગામ ગયા. ગામથી ૧૦-૧૨ માઈલ દૂર જઈ શેઠ પેલા નાકરને કહે છે હું કહુ' છું તે પ્રમાણે તું નવા શેઠાણીને કહેજે, હુ ગામ બહાર અમુક જગ્યાએ આવીને શકાઈશ તુ ઘેાડાગાડી લઈ ને જલ્દી જા. નોકર તા રડતા રડતા, મેાઢે શ્વાસ માતા નથી એવી હાલતમાં શેઠાણી પાસે આબ્યા. શેઠાણી પૂછે છે તું શેઠની સાથે ગયા હતા ને આમ બેબાકળા બનીને કેમ પાછે આવ્યે ? નાકર રડતા રડતા કહે છે શેઠાણીજી ! કહેવાય એમ નથી. કહેતાં મારી જીભ ઉપડતી નથી. એમ કહી ખૂબ રડવા લાગ્યા. શેઠાણી કહે છે જે હોય તે જલ્દી કહે, નાકર કહે છે આા સાહેબ! શી વાત કરુ? અમે અહીંથી ગયા જંગલમાં. ખપાર થયા એટલે શેઠ નાસ્તા કરવા બેઠા. ખાજુમાં જ તળાવ હતું એટલે શેઠ નાસ્તા કરી હાથ-પગ ધાવા તળાવે ગયાં. પણ કાણુ જાણે કયાંથી ત્યાં એક સિંહ આવ્યા અને મારા શેઠને પંજામાં લઇને ભક્ષી ખાધા. અને હું આપને સમાચાર દેવા આવ્યા. ગજબ થઈ ગયા. એમ કહીને તે રડવા લાગ્યા.
નાકરની વાત સાંભળી શેઠાણી બેભાન થઇને ધડાક દઈને ધરતી ઉપર ઢળી પડયા, અને પડયાં એવા જ એના પ્રાણુ ચાલ્યા ગયાં. મંધુએ ! ભગવાને ઠાણાંગ સૂત્રમાં કહ્યુ` છે કે સાત પ્રકારે આયુષ્ય તૂટે છે. આયુષ્ય એ પ્રકારનું છે. સાપક્રમ અને નિરૂપક્રમ. તેમાં તીથ'કર, ચક્રવર્તિ, ખળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નારકી, દેવતા અને યુગલિયાનુ આયુષ્ય નિરૂપક્રમ છે. તે આયુષ્ય, સ્થિતિ પૂરી થયા વિના તૂટતું નથી. ગમે તેવાં કારણેા ઉપસ્થિત થાય તે પણ તૂટતું નથી. તેને નિષ્ક્રમ આયુષ્ય કહેવાય છે. અને આ સિવાય સવ જીવાનું આયુષ્ય અને પ્રકારનું હાય છે.
સાપક્રમ આયુષ્ય સાત પ્રકારે તૂટે છે (૧) ધ્રાસ્કો પડવાથી મરે, (૨) શસ્ત્રથી ચર (૩) મંત્ર-મૂડથી મરે (૪) ઘણું! આહારઅજીણુ થી મરે (૫) સર્પાર્દિક કણ્ડવાથી મરે (૬) શૂલાર્દિકની વેદનાથી મરે (૭) શ્વાસેાશ્વાસ રૂંધાવાથી મરે.
એ સાત કારણે આયુષ્ય ઘટે છે,
શા. ૮૩