________________
૫૦૪
શુરવીર બનીને કમને રાંકડા બનાવી દીધા. અને આપણે કર્મની આગળ નિર્બળ બની જઈએ છીએ રાહેજ ઉદયમાં આવે તો તરત જ એને દબાવવાની દવા કરવા તત્પર બનીએ છીએ. પણ યાદ રાખજો કે મારે ને તમારે કર્મ ભેગવ્યા વિના ત્રણ કાળમાં છૂટકારો નથી.
કોડપતિને દિકરે આજે રંક બની ગયા છે. બાપ મરી ગયા પછી સગા સ્નેહીઓએ ભેગા થઈને એ યુવાનને એક કન્યા સાથે પરણાવી દીધું. બંનેને સંસાર સુખપૂર્વક ચાલે છે. યુવાનને પિતા ખૂબ ધનવાન હતો એટલે પરદેશમાં પણ ઘણું વહેપારીઓ સાથે સંબંધ હતે. પિરિસના વહેપારીને ખબર નહિ કે શેઠ તે ચાલ્યા ગયાં છે. અને છોકરાની આ સ્થિતિ છે. એ પિરિસને પ્રસિદ્ધ વહેપારી શેઠના ગામમાં આવવાને હતે. એટલે આ શેઠને ત્યાં એણે એક આમંત્રણ પત્ર લખ્યું કે હું તમારા ગામમાં અમુક જગ્યાએ આવવાને છું. ત્યાં મારા તરફથી એક પાટને પ્રોગ્રામ છે. તમે ત્યાં જરૂર આવશે. આ યુવાને એની પત્નીને પત્ર વંચાવ્યા. બંનેએ વિચાર કર્યો કે આપણે કેમ કરવું ? નિર્ણય કર્યો કે આપણે ત્યાં જવું. પણ હવે એની સ્ત્રી શું કહે છે? સ્વામીનાથ ! હું તમારી સાથે આવું તે ખરી પણ ત્યાં તો બધા શ્રીમંત અને એમની સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણથી સજજ બનીને આવવાની, મારી પાસે વસ્ત્રો તો સરસ છે પણ ગળામાં પહેરવા માટે હાર નથી. વસ્ત્ર સારા પહેર્યું પણ હાર વિના શોભશે નહિ. માટે તમારે મિત્ર ખૂબ ધનવાન છે તેમને ત્યાંથી એક મોતીને હાર માંગી લાવે. તે હું પહેરીને તમારી સાથે આવું. આ યુવાનને પણ પત્નીની વાત એગ્ય લાગી.એટલે મિત્રને ઘેર ગયે. અને બધી વાત કરી. મિત્રે એક બનાવટી હીરાને હાર આપે. તે લઈને ઘેર આવ્યા. અને બંને પાટીમાં ગયા. રાત્રિના બાર વાગ્યે પ્રોગ્રામ સમાપ્ત થતાં અને ઘેર આવ્યાં. બાઈ ને થયું કે પારકો હાર છે, કદાચ તૂટી જાય તો ! તેના કરતાં પહેલાં જ કાઢીને મૂકી દઉં. પણ કાઢવા જાય તે ગળામાં હાર જ ન મળે. પતિ-પત્ની બંને જણા ગભર બની ગયાં. રાત્રે ખૂબ તપાસ કરી પણ હાર મળે નહિ. હવે મિત્રને શો જવાબ આપો, એની મૂંઝવણ થવા લાગી. ચિંતામાં આખી રાત ઉધ્યા નહિ.
સવાર પડતાં બંને જણાં એક મોટા ઝવેરીની દુકાને ઉપડયાં. અને હાર જેવા મંગાવ્યા. એક પછી એક હીરાના હાર લાવ્યા. તેમાં મિત્રને ત્યાંથી જે હાર પહેરવા માટે લાવ્યા હતાં તે જ હાર જે. એટલે તેની કિંમત પૂછી. એટલે ઝવેરીએ કહ્યું: એ હારની કિંમત એક લાખની છે. આ સાંભળી બંનેના હૈયામાં. ધ્રાસ્કો પડી ગયો. અહો ! જ્યાં પાંચ હજારનાં સાંસા છે ત્યાં એક લાખ રૂપિયા ક્યાંથી લાવવા! અને મિત્રને હાર પહેરવા માટે લાવ્યા હતા એટલે પાછા આપ્યા વિના તે છૂટકો જ નથી. કર્મના ઉદયથી ગરીબ હતે પણ ગરીબાઈમાં પ્રમાણિકતા ચાલી ગઈ ન હતી. એટલે કહ્યું- અમારા કમ્દયે અમારી આ પરિસ્થિતિ સર્જાઈ છે. અમારી પાસે પૈસા નથી, પણ આ હારની