________________
વિભાવનાં જ્યાં વહેણ વહે છે, નાસ્તિકનાં નયન કરે છે,
જ્યાં સ્વરૂપને નહીં સ્વાદ રે, નિજાનંદને આનંદ રે...કયાંયે વાસનાઓનાં વિષથી ભરેલે, કષાયોના કલેકે ચઢે, જ્યાં રંગરાગ મહેલ રે, જીહાં રંગ મછડિયે ચઢેલ રે,
* કયાંયે શો જડે નહિ સાર રે...(૨) આ સંસારમાં વિભાવનાં વહેણ વહી રહયાં છે. અજ્ઞાની-અંધ શ્રદ્ધાળુઓને વિભાવમાં આનંદ આવે છે. જ્યારે જ્ઞાનીઓને તે સ્વભાવમાં આનંદ આવે છે. અનાદિકાળથી વાસનાઓના વિષથી આત્મા બેભાન બની ગયા છે. કષાયથી આત્મા મલિન બને છે. સંસારમાં રંગરાગનાં રંગબેરંગી કુવારા ઉડી રહયા છે. ત્યાં આત્માથીને કયાંથી આનંદ આવે? જિનવાણીને અપાર મહિમા છે. એ વાણીમાં વિષય કક્ષાના વિષ ઉતારવાની, સંસારના બંધને તેડાવવાની અને વિભાવના વહેણ અટકાવી સ્વભાવમાં સ્થાપન કરવાની તાકાત છે.
વિતરાગવાણીને આચરણમાં ઉતારવાની વાત તે મહાન છે. પણ પંચ પરમેષ્ઠિનવકારમંત્રમાં પણ કેટલી તાકાત છે? એક નવકાર મંત્ર ઉપર શ્રદ્ધા બેસે તે પણ તમારું કામ થઈ જાય. કર્મની ભેખડો તૂટી જાય. નવકારમંત્રની શ્રદ્ધા ઉપર એક બનેલી ઘટના કહું. તમે સાંભળે.
નવકાર મંત્રને ચમત્કાર - આ જૈન ધર્મ વણિકને જ નથી. પહેલાં ક્ષત્રિયોને ધર્મ હતો. હવે વણિકના હાથમાં આવ્યું છે. એક વખત એક મુસલમાનને જેન મુનિને સમાગમ થયે. જેન મુનિને ત્યાગ અને તેમની અસરકારક વાણીની એ મુસલમાનના હા પર ભારે અરૂર જઇ. એણે જેન મુનિ પાસે મોસમદિરાનો ત્યાગ કર્યો. એટલું જ નહિ પણ એ મુસલમાન કહે છે ગુરૂદેવ! મને કંઈક મંત્ર આપે. મહારાજે એને નવકારમંત્ર શીખવાડીને કહ્યું-તારે હૃદય પવિત્ર બનાવી, ચિત્તની એકાગ્રતાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવું. મુસલમાનને નવકાર મંત્ર ઉપર એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ કે બસ. કામકાજથી નિવૃત્ત થાય એટલે નવકાર મંત્રનું સ્મરણ જ કર્યા કરે. એના આચાર-વિચારમાં પણ પરિવર્તન થઈ ગયું.
ધર્મ માટે થયેલી કસોટી : એના પવિત્ર આચાર વિચારથી પિતાની મુસ્લીમ કેમથી એ જુદો પડવા લાગે. મુસલમાન હિંદુ ધર્મની શ્રદ્ધા કરે એ બીજા મુસલમાનથી કેમ સહન થાય? બીજા મુસલમાનેએ તેને ઘણું સમજાવ્યું કે આ તે ધતીંગ છે. છોડી દે આ ધર્મને ઘણું સમજાવ્યું પણ પેલે શ્રદ્ધાવાન મુસલમાન અડગ જ રહયે. એટલે બીજા મુસલમાનોને ઝનૂન ચઢયું. તેમાં એક મુસલમાને તે નિર્ણય કર્યો કે આને મારે