________________
કયા પહેચી ગયે. જ્ઞાન અને વિનયથી યુક્ત આરક્ષિત કુમાર માતાના સંસ્કારી પૂબ પવિત્ર બનેલ હતે. * * આચાર્ય સે જઈને તેમને વિનયપૂર્વક વંદન કરીને કહે છે ગુરૂદેવા હું આપના રણુમાં મારું જીવન અર્પણ કરવો તૈયાર છું. પણ મને આત્મજ્ઞાન આપે. થોડા જ
તમાં આર્યરક્ષિત કુમારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ધર્મના રંગે રંગાઈ ગયે. જેમ જેમ એ જ્ઞાન ભણત ગ તેમ તેમ એને અસાર સંસાર પર વૈરાગ્ય આવ્યે. એક દિવસ તેણે આચાર્યને કહ્યું. ગુરૂદેવ ! હું ઘણાં ધર્મશાસ્ત્રો ભર્યો, પણ જૈન ધર્મના જેવું વિતરાગી જ્ઞાન મેં ક્યાંય ન જોયું. વિતરાગવાણ જેવી તાકાત દુનિયાની બીજી કોઈ વાણીમાં નથીમાટે હવે મને આપ દીક્ષા આપ. આર્ય રક્ષિતે આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. અને એ પણ મોટા જૈનાચાર્ય બન્યા. પુત્રે દીક્ષા લીધી. તેથી માતાને આનંદ થયે કે મારે પુત્ર હવે સાચે જ્ઞાની થયે. અને માતાએ પણ દીક્ષા લીધી.
'માતા અને પુત્રે દીક્ષા લીધી ત્યારે એના બાપના મનમાં થયું કે માતા અને ને દીક્ષા લીધી, હવે હું એ સંસારમાં રહીને શું કરું? મારે પણ દીક્ષા લેવી જોઈએ. એમ વિચાર કરી આર્યરક્ષિત મુનિ પાસે જઈનમન કરીને કહ્યું. મને પણ દીક્ષા આપે. પણ મારાથી જનેઈ, પગરખા અને જોતીયું નહિ છોડાય. માટે એ ત્રણ વાના રાખવાની છૂટ આપી મને દીક્ષા આપે. આર્ય રક્ષિત મુનિએ કહ્યું: જૈન ધર્મ તે સર્વથા ત્યાગને જ માને છે. પગરખા પહેરવાથી જીવની જતના થઈ શકતી નથી. માટે તમને પગરખા પહેરવાની છૂટ ન આપી શકાય, પણ થોડા કાળ માટે તમને જોતીયાની છૂટ આપી શકાય. - આખરે એમના પિતાએ દીક્ષા લીધી. તેની પાછળ બીજા ભાઈ–બહેને વિગેરે કુટુંબીજનેએ પણ દીક્ષા લીધી. એક વખત આર્ય રક્ષિતના પિતા (સાધુ)નું ધોતીયું ઢીલું થઈ ગયું. ત્યારે આર્ય રક્ષિતજીએ પિતાના બીજા શિષ્યને કહ્યું. છેતીયાની આ જ ઉપાધિ છે. હવે એમને ચલપટ્ટો પહેરાવી દો. પછી તે લપટ્ટો. એમને ખૂબ ફાવી ગયે. આમ આખું કુટુંબ દીક્ષિત બની ગયું અને સૌ આત્મસાધના કરી મોક્ષમાર્ગના પંથી બની ગયા. આ બધું બનવામાં મોટો ઉપકાર માતાને છે. માતાના શુભ અને ધર્મમય સંસ્કારને લઈને જ આટલા આત્માઓ સંસારને ત્યાગી સાધુ બની ગયા.
જે માતા પિતાના બાળકોને ધર્મના સંસ્કાર આપે તે જ સાચી માતાઓ છે. આજે સંઘ જેનશાળાઓ ચલાવે છે, પણ માતાઓ એમના સંતાનને જનશાળામાં ભણવા મોકલવા માટે કાળજી રાખે છે? જેટલી કાળજી સ્કૂલના ભણતર માટે રાખે છે તેનાથી અંશ ભાગની કાળજી આત્માના જ્ઞાન માટે નથી રાખતા. એક દિવસ બાળક સ્કૂલે ન જાય તે તમે એને સમજાવીને મોકલે છે, ન સમજે તે ધમકી આપીને પણ