Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 15
________________ ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।। || માતંગ-સિદ્ધાયિકા-પરિપૂજિતાય શ્રી વર્ધમાનસ્વામિને નમઃ ।। ।। શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિ-જયશેખરસૂરીશેભ્યો એ નમઃ નમઃ ।। જૈનદર્શનનો પ્રમાણવા તથા બયવાહ મીયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી ? જો નિત્યત્વ (શાશ્વતતા) અનિત્યત્વની (ક્ષણભંગુરતા) સાથે રહેવા તૈયાર છે તો આપણે શું કરી શકીએ ? આશય એ છે કે નિત્યપણું અને અનિત્યપણું પ્રથમ નજરે પરસ્પર વિરોધી ભાસે છે. જે નિત્ય છે એ અનિત્ય શી રીતે હોઇ શકે ? આ જ રીતે જે દ્રવ્યાત્મક છે એ પર્યાયાત્મક શી રીતે ? જે સામાન્યાત્મક છે એ વિશેષાત્મક શી રીતે ? જે એક છે એ અનેક શી રીતે ? જે ભિન્ન (અલગ) છે તે અભિન્ન (સંયુક્ત) શી રીતે ? આમ નિત્યત્વ અને અનિત્યત્વ પરસ્પર વિરોધી ભાસતા હોવા છતાં, હકીકત એ છે કે એ બે પરસ્પર વિરોધી નથી. કારણ કે વિશ્વની તમામ વસ્તુઓ નિત્ય પણ છે ને અનિત્ય પણ છે જ. આકાશ નિત્ય છે અને દીવો અનિત્ય છે, એવું નથી, પણ આકાશ પણ નિત્યાનિત્ય છે ને દીવો પણ નિત્યાનિત્ય છે. આ જ રીતે બાકીના જોડકાંઓ અંગે પણ જાણવું. (દીર્ઘદ્રષ્ટિ) વ્યાપકદ્રષ્ટિ દ્વારા વસ્તુના નિત્યાંશ અને અનિત્યાંશ બન્ને અંશોને આવરીને જે બોધ થાય છે, એ પ્રમાણ છે. જ્યારે બેમાંથી કોઇપણ એક જ અંશનો (વિભાગનો) જે બોધ (જ્ઞાન) ઇતરાંશને (=અન્ય અંશનો) નિષેધ કરતો નથી એ નય છે. આપણે અહીં પ્રમાણ અને નય અંગે થોડો વિચાર કરીશું. સમાધાનમ્

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78