Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 55
________________ બાબતમાં એક મહત્વની વાત એ હોય છે કે પ્રત્યક્ષ તથા અનુમાન વિગેરે પ્રમાણોથી વિરૂદ્ધ તેમાં કશું હોતું નથી અને તેમાં આલેખાયેલા વચનો, આત્મવિકાસ તથા તેના માર્ગ પર સાચો પ્રકાશ નાંખનારા અને શુદ્ધ તત્ત્વના પ્રરૂપક હોય છે. જેને તત્ત્વજ્ઞાનીઓએ આગમ પ્રમાણને સિદ્ધ પ્રમાણ માન્યું છે. કેમકે, એ જ્ઞાન જેમણે આપ્યું છે તેઓ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો હતા. પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે એમણે તે જ્ઞાન આપ્યું છે અને એમણે આપેલું છે એજ એક મોટું પ્રમાણ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ અસત્યના સંભવિત કારણો છે, એ દૂર થયા પછી અસત્ય બોલવા માટે અવકાશ રહેતો નથી. એટલે, જેઓ વીતરાગ અને સર્વજ્ઞ હતા તેમણે જે કહ્યું છે, તે એક માત્ર જગતના ભલા માટે જ કહ્યું છે. કોઇ એવો પ્રશ્ન કરશે કે તેઓ સર્વજ્ઞ હતા તેની શું ખાત્રી ? એમણે જે કંઇ કહ્યું છે તે બધું સાચું જ છે, તેની પણ શું ખાત્રી ?' જેમની બુદ્ધિ ઠીક ઠીક ખીલી હોય તે લોકોને માટે, બુદ્ધિના ઉપયોગથી, વીતરાગ ભગવંતોના કથનની યથાર્થતા સમજવાનું કંઇ કઠીન નથી. આમ છતાં મુખ્યત્વે તો આ શ્રદ્ધાનો વિષય છે, જીવનના નાના મોટા તમામ કાર્યોમાં મહદંશે આપણે શ્રદ્ધા ઉપર જ ચાલીએ છીએ. આપણા માતાપિતા પાસેથી એમના માતાપિતા કે દાદાદાદી વિષે જે જ્ઞાન આપણને મળ્યું હોય છે, તે જ્ઞાન કે હકીકતો ઉપર આપણે અવિશ્વાસ નથી કરતા. એ વાતને શ્રદ્ધાપૂર્વક આપણે સાચી માનીએ જ છીએ. એ રીતે શ્રદ્ધા રાખવામાં આપણે ઠગાતા નથી. તો પછી, જેમણે અનેકાંતવાદ જેવા અદ્ભુત અને અપ્રતિમ તત્ત્વજ્ઞાનનો આપણને બોધ આપ્યો છે અને જેમણે ભાખેલા ઘણા ઘણા વિધાનોને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ પ્રયોગશાળાઓમાં ચકાસીને સિદ્ધ કરી બતાવ્યા છે, તેવા સર્વજ્ઞ ભગવંતોએ દર્શાવેલા આગમો-શાસ્ત્રો ઉપર અશ્રદ્ધા રાખવાનું કોઈ પણ વ્યાજબી કારણ આપણી પાસે નથી. આ ચારે પ્રમાણો અંગેની સાધારણ માહિતી આપવાનું પુરું કરીને આપણે આગળ વધીએ તે પહેલા આટલી વાત યાદ રાખવાની છે કે એ ચારેમાનું પહેલુ પ્રમાણ જે પ્રત્યક્ષ પ્રમાણ છે તે આપણને ઇંદ્રિયો અને મન દ્વારા બોધ કરાવે છે, જ્યારે બીજાં ત્રણ-બીજું, ત્રીજું અને ચોથું એ પરોક્ષ પ્રમાણો માત્ર મન અને અન્ય માધ્યમ દ્વારા જ આપણને યથાર્થ સમજણ આપે છે. પરોક્ષ પ્રમાણ ઉપર ત્રણ જાતના બતાવ્યા છે. એ ત્રણને બદલે એના પાંચ ભેદ પણ પાડવામાં આવેલા છે, અને “સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન સમાધાનમ્ –

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78