Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 38
________________ સમાધાન ? એ દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ છે. આ વાત આગળ સ્પષ્ટ કરીશું. ઋજુસૂત્રનય : જે ઋજુ=અકુટિલ સૂત્રણ કરે તે ઋજુસૂત્ર નય. આ રીતે શબ્દ બન્યો છે. જે સ્વકીય વર્તમાન વસ્તુને જ સ્વીકારે છે તે ઋજુસૂત્રનય છે. આ નય કહે છે કે જે અતીત (ભૂતકાલીન) છે તે નથી જ, કારણકે વિનષ્ટ (નાશ પામેલું) છે. જે અનાગત (ભાવી) છે તે પણ નથી જ, કારણકે અનુત્પન્ન છે, જે પરકીય છે તે પણ નથી જ, કારણકે સ્વિકાર્યનો અસાધક છે (પરધન પત્થર માનીએ...વગેરેમાં ઋજુસૂત્રનયની છાંટ છે.) અથવા, અતીતઅનાગત કે પરકીય વસ્તુ નથી, કારણકે અર્થક્રિયાકારી નથી, જેમકે ખપુષ્પો એટલે આ નયના મતે પરકીય મંગળ વગેરે અવસ્તુ છે. માત્ર એક સ્વકીય વર્તમાનકાલીન મંગળ જ મંગળ છે. અર્થાત્ મંગળ વગેરે તરીકે એ એક જ વસ્તુ સ્વીકારે છે. એટલે જ અનુયોગ દ્વારમાં કહ્યું છે કે ઋજુસૂત્રનય પૃથકત્વને=બહુત્વને સ્વીકારતો નથી. હવે ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છે કે પર્યાયાર્થિક એ વિચારીએ. આ અંગે મારું પરિશીલન આવું છે. ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે, કારણકે શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણે એને દ્રવ્યાર્થિક કહ્યો છે. વળી એ પર્યાયાર્થિક પણ છે, કારણકે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ એને એવો કહ્યો છે. શંકાઃ એક ના એક નયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને માનવામાં વિરોધ ન થાય ? સમાધાનઃ ના, નથી. તે આ રીતે-ઋજુસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણને જુએ છે, એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાંથી એ ઉત્પાદ-વ્યયનું જ ગ્રહણ કરે છે, અને એ તો પર્યાય છે, કારણ કે દ્રવ્યનું તો ધ્રૌવ્ય એ લક્ષણ છે. માટે જુસૂત્ર પર્યાયાર્થિક' છે એ સિદ્ધ થયું. વળી, ધ્રૌવ્યાંશરૂપ દ્રવ્યનું એ ગ્રહણ કરતો ન હોવા છતાં આધારાંશદ્રવ્યનું તો એ ગ્રહણ કરે જ છે. માટે એ દ્રવ્યાર્થિક હોવો પણ સિદ્ધ થાય છે. શંકા પણ જો એ દ્રવ્ય-પર્યાય બન્નેને જુએ છે તો “પ્રમાણ જ બની જશે, “નય સ્વરૂપ નહીં રહે. સમાધાનઃ આ વાત બરાબર નથી, કારણ કે જે બોધ ઉત્પાદ-વ્યયાંશને - ૨૪ =નય અને પ્રમાણ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78