Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 53
________________ પણ એની ગંધનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આ રીતે, નાક દ્વારા થતું ગંધનું જ્ઞાન પણ પ્રત્યક્ષ પ્રમાણ છે. આમાં, આપણી ઇન્દ્રિયો સાથે વસ્તુનો જે સંયોગ થાય છે તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. જીભ સાથે સ્વાદનો, નાક સાથે ગંધનો અને કાન સાથે અવાજનો જે સંબંધ જોડાય છે તેથી દરેક વખતે આપણને તે તે વસ્તુનું જ્ઞાન થાય છે. આ ઇંદ્રિયો તથા મન દ્વારા જે જ્ઞાન થાય છે તેને જૈન દાર્શનિકોએ ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ એવું નામ આપ્યું છે. આના પણ ચાર ભેદ છે. એ ચાર ભેદ માટે જૈન દર્શનમાં ‘અવગ્રહ, હા, અપાય અને ધારણા' એવા ચાર પારિભાષિક શબ્દો છે. આપણે એને ‘અસ્પષ્ટ ભાસ, આછું દર્શન, નિર્ણય અને સ્મરણાંકન, એવા ચાર નામની ઓળખીશું તો ચાલશે.’ દૂરથી કોઇ વસ્તુ દેખાય અને કશુંક છે એવું લાગે તે (અવગ્રહ) અસ્પષ્ટ ભાસ, નજીક આવતાં તે શું છે એની સમજ પડવા માંડે તે (ઇહા) આછું દર્શન, સમજ પડ્યા પચી તે ‘અમુક જ’ છે અવું નક્કી થાય તે (અપાય) નિર્ણય, અને પછી ગમે ત્યારે તે આપણને યાદ આવી શકે તેવી રીતે મનઃપ્રદેશમાં અંકિત થઇ જાય તે (ધારણા) સ્મરણાંકન. દાખલા તરીકે દૂરથી કોઇ મનુષ્ય જેવી આકૃતિ દેખાય તે અસ્પષ્ટ ભાસ અથવા ‘અવગ્રહ’ છે. નજીક આવતાં તે પુરૂષ છે કે સ્ત્રી એવું શંકાપૂર્વક લાગવા માંડે તે આછું દર્શન અથવા ‘ઇહા’ છે. પછી તે પુરૂષ જ છે અને સ્ત્રી નથી એવો નિશ્ચય થાય તે ‘નિર્ણય’ અથવા ‘અપાય’ છે; અને પછી, એ પુરૂષ ફરીવાર આપણને ક્યારેક મળે, ત્યારે આપણે તેને ઓળખી શકીએ એવી રીતે આપણા મનઃપ્રદેશમાં તે અંકિત થઇ જાય, તે ‘સ્મરણ’ અથવા ‘ધારણા’. અહીં એક વાત યાદ રાખવાની છે કે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ધારણા-ભેદ અનુસાર વર્તમાનમાં જોયેલા પુરૂષનું મનમાં ચિત્ર અંકિત થઇ જાય ત્યારે, ત્યાં સુધી એ પ્રત્યક્ષ પ્રમાણનો ભેદ છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે આપણે એને જોઇએ અને સ્મરણથી ઓળખીએ ત્યારે, તે વખતે, તે રીતે ઓળખવાનું પરોક્ષ પ્રમાણમાં આવશે. અનુમાન પ્રમાણ : લિંગથી થતું લિંગીનું જ્ઞાન, એટલે, કોઇ પણ એક વસ્તુ દ્વારા બીજી વસ્તુનું જે જ્ઞાન થાય તે ‘અનુમાન પ્રમાણ’ છે. દાખલા તરીકે ચોક્કસ પ્રકારની વાસ આવતાં કશુંક બળે છે એવો જ નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ છે. આપણી આંખોથી દૂર, આસપાસમાં જો કપડું સમાધાનમ્ ૩૫

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78