Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 70
________________ પાછળના પાનાંઓમાં જે ચાર પ્રમાણો આપણે જોયા છે, તે પ્રમાણો વસ્તુને સમગ્રપણે જણાવતા હોવાથી ખાસ મતભેદો ઉભા થતા નથી, પરંતુ વસ્તુને અંશથી જ્યારે જોવામાં આવે છે, ત્યારે ત્યાં મતભેદને સ્થાન રહે છે. આ મતભેદો નિવારવાનું સાધન તે આ “નય-જ્ઞાન' છે. આપણી મનોગત સમજણ જે છે, જેને જેને તત્ત્વજ્ઞાનની પરિભાષામાં અધ્યવસાય' કહેવામાં આવે છે, તે આપણો એક અભિપ્રાય છે. આ અભિપ્રાય શબ્દ દ્વારા અને અર્થ દ્વારા એમ બે પ્રકારે વર્તે છે. | શબ્દમાં બે પ્રકાર હોય છે. એક રૂઢીગત-રૂઢી અને પરંપરાથી જે વપરાય છે. બીજો શબ્દ વ્યુત્પત્તિથી એટલે વ્યાખ્યાથી બનેલો હોય છે. આવી જ રીતે, અર્થના પણ બે ભેદ છે. એક સામાન્ય'-Common અને બીજો વિશેષ-Specific. આપણે જે સાત નયો જોઈ ગયા, તેમાં પ્રથમના ચાર નય, નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર' અર્થપ્રધાન નય છે. છેલ્લા ત્રણ, “શબ્દ સમભિરૂઢ અને એવંભૂત” એ શબ્દપ્રધાન નય છે. નગમ નય આપણી પાસે વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભય અર્થોને રજુ કરે છે. સંગ્રહ નય કેવળ સામાન્ય અર્થને જ સ્વીકારે છે. વ્યવહારનય શાસ્ત્રીય અને તાત્ત્વિક એવા સામાન્ય કે વિશેષની દરકાર કર્યા વિના.” લોક વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા વિશેષ અર્થને જ સ્વીકારે છે, બતાવે છે. જ્યારે ઋજુસૂત્ર કેવળ વર્તમાન ક્ષણને જ સ્વીકારે છે, વર્તમાન ક્રિયાના ઉપયોગી અર્થનું જ નિરૂપણ કરે છે. આમ, આ ચાર અર્થનય થયા. શબ્દ નય છે તે રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિને સ્વીકારે છે. સમભિરૂઢ નય વળી વ્યાખ્યાથી શબ્દોની પ્રવૃત્તિ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જ્યારે છેલ્લો એવંભૂત નય, ક્રિયાશીલ વર્તમાનને-Active presentને સ્વીકારે છે; વસ્તુ જ્યારે ક્રિયાશીલ-In Action હોય, ત્યારે જ તેને તે વસ્તુ તરીકે કબુલ રાખે છે. આમ, આ ત્રણ નયો શબ્દપ્રધાન નય થયા. આ બધી તો વિચારમૂલક-તત્ત્વજ્ઞાનની વાતો થઈ. પણ ધર્મમૂલક એટલે ધર્મના આચરણ માટેની કાર્યમૂલક બાબતો આપણે જ્યારે વિચારવાની હોય ત્યારે, તે ખાસ Specific હેતુ માટે, જેને દાર્શનિકોએ બે નય બતાવ્યા છે. આ બે નય છે : (૧) વ્યવહાર નય. (૨) નિશ્ચય નય. અહીં, નિશ્ચયનો એક અર્થ “સાધ્ય” એવો થાય છે. વ્યવહારનો અર્થ -નય અને પ્રમાણ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78