Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 33
________________ હવે, નગમનાય વગેરે સાતમાંથી એ ક્યો નય હોઇ શકે ? એ વિચારીએશબ્દાદિનયો તો સંભવતા નથી, કારણકે પર્યાયાર્થિક છે, જ્યારે ઊર્ધ્વતાસામાન્ય તો દ્રવ્યાંશ છે. ઋજુસૂત્ર પણ એનું ગ્રહણ કરતો નથી, કારણકે વર્તમાન ક્ષણમાત્રનો ગ્રાહક એ ક્ષણિકગ્રાહી છે જ્યારે ઊર્ધ્વતાસામાન્ય અક્ષણિક હોય છે. વ્યવહારનય પણ એનો ગ્રાહક નથી, કારણકે એ વિશેષગ્રાહી છે. સંગ્રહનયા પણ એનો બોધ કરતો નથી કારણકે એ તો તિર્યસામાન્યગ્રાહી છે. એટલે પારિશેષ ન્યાયથી નૈગમનય જ તેના ગ્રાહક તરીકે સિદ્ધ થાય છે. ઠેઠ અવ્યવહારરાશિથી સિદ્ધાવસ્થા સુધીની દરેક અવસ્થામાં જીવને “નમસ્કાર' માનનાર દ્રષ્ટિ સર્વવિશુદ્ધ નગમનાય છે. જે વ્યવહારરાશિથી માને એ કંઇક અશુદ્ધ નૈગમનાય છે. જે ચુરમાવર્તમાં જીવને નમસ્કાર તરીકે સ્વીકારે એ ઓર અશુદ્ધ નેગમ છે એમ ક્રમશઃ સંજ્ઞીપણામાં, સમ્યકત્વીપણામાં જીવને નમસ્કાર માનનાર અશુદ્ધતર નગમનાયો છે અને સમ્યકત્વી જીવ પણ ભાવથી મન-વચન-કાયા દ્વારા નમસ્કારરૂપે પરિણત થાય ત્યારે જ “નમસ્કાર' છે એવું માનનાર સર્વઅશુદ્ધ નગમનાય છે. (એ વખતનો જીવનો પરિણામ એ નમસ્કાર છે એવું સર્વવિશુદ્ધ એવંભૂતનય માને છે. એટલે જણાય છે કે નૈગમનય અને એવંભૂતનય સામસામે છેડે છે.) મિથ્યાત્વી-સમ્યકત્વી વગેરે કોઇપણ અવસ્થામાં રહેલો જીવ નૈગમનયે નમસ્કારના પ્રસ્તાવમાં “નમસ્કાર' છે, સમ્યકત્વના પ્રસ્તાવ વખતે “સમ્યકત્વ' છે, દેશવિરતિના પ્રસ્તાવમાં “દેશવિરતિ' છે, એમ સર્વવિરતિ વગેરેનો પ્રસ્તાવ હોય ત્યારે “સર્વવિરતિ વગેરે છે. આમ, એના એ જીવને આ નગમનય અનેક દૃષ્ટિથી અનેકરૂપે જોનારો છે. આમાં કારણ એ છે કે સમ્યકત્વ વગેરે જે જે રૂપે જીવ પરિણમવાનો હોય તે તે પરિણામની યોગ્યતા એમાં અનાદિકાળથી રહેલી જ હોય છે. આ યોગ્યતાઓને જ નેગમનય “સમ્યકત્વ' વગેરે રૂપે જુએ છે. તેથી અનાદિકાળથી તે જીવ એની દૃષ્ટિએ સમ્યકત્વ છે, દેશવિરતિ છે, સર્વવિરતિ છે, વીતરાગ છે. બીજી રીતે કહીએ તો દ્રવ્યાર્થિક નય અભેદ માનનારો છે. એટલે નમસ્કાર વગેરે કોઇપણ પરિણામ એના આશ્રયભૂત જીવ દ્રવ્યથી અભિન્ન હોય છે, અને જીવ તો અનાદિકાળથી છે. માટે એ નમસ્કારાદિ બધું અનાદિકાળથી છે. નકકન એક, ગમ=વસ્તુઓ જોવાના માર્ગદષ્ટિ. જેની વસ્તુને જોવાની સમાધાનમ્ – =-. ૧૯

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78