Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 31
________________ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ (તત્ત્વાર્થસૂત્ર ૫-૨૯), દુનિયામાં જે કોઇ વસ્તુ છે એ બધી ઉત્પાદ-વ્યયન=નાશ) અને ધ્રોવ્યથી યુક્ત હોય છે. આમાં ધ્રોવ્ય એટલે ધ્રુવતા=સ્થિરતા ન ઉત્પત્તિ-ન વિનાશ સ્વરૂપ સ્થિર રહેવું. ધ્રૌવ્ય દ્રવ્યનું હોય છે, ઉત્પાદ-વિનાશ પર્યાયના હોય છે એટલે નિશ્ચિત થાય છે કે દુનિયાની કોઇપણ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોય છે. દ્રવ્ય વિનાના પર્યાય સંભવતા નથી, પર્યાય રહિત દ્રવ્ય ક્યાંય હોતું નથી. જે કાંઇ છે તે દ્રવ્ય-પર્યાય ઉભયાત્મા છે. આમાંથી દ્રવ્યને જોનારો નય દ્રવ્યાર્થિકનય છે, પર્યાયોને જોનારો નય પર્યાયાર્થિક છે. દ્રવ્યના ત્રણ અંશ છે. ઊર્ધ્વતાસામાન્ય, તિર્યસામાન્ય અને આધારાંશ. ' (૧) ઊર્ધ્વતાસામાન્ય : માટીના પિંડમાંથી ઘડો બને એમાં વચ્ચેની જુદી જુદી અવસ્થાઓને ક્રમશઃ શિવક, સ્થાસ, કોશ, કુશુલ કહે છે. એટલે કે પિંડ, શિવક, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ અને (ધ્વસ થયા પછી) કપાલ (ઠીકરું) આ ઉત્તરોત્તર અવસ્થાઓ છે. આ દરેક અવસ્થાઓમાં મૃત્મયત્વ (માટીપણું) સંકળાયેલું છે. આ પિંડ-શિવક વગેરે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પણ મૃન્મયત્વ એ દરેકમાં સ્થિર રહે છે તેથી એ દ્રવ્યાંશ છે. (૨) તિર્યસામાન્ય વસ્તુઓમાં રહેલું સમાનપણું એ તિર્યસામાન્ય છે. જેમકે બધા ઘડાઓમાં રહેલું ઘટત્વ તિર્યસામાન્ય છે. એ દરેક ઘડાઓને ઘટવરૂપે સમાન ઠેરવે છે, માટે દ્રવ્યાંશ છે. (૩) આધારશઃ ગુપચવ દ્રવ્ય (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૭) આમ, ગુણ-પર્યાયવાળું જે હોય તે આધારાંશ છે. ગુણ અને પર્યાયનો આધાર હોવાથી આ આધારાંશ પણ દ્રવ્ય છે. આમ દ્રવ્યના ત્રણ અંશો છે, માટે એના ગ્રાહક દ્રવ્યાર્થિક નયો પણ ત્રણ છે. નગમ, સંગ્રહ અને વ્યવહાર. (૧) નૈગમનયઃ આ નય ઊર્ધ્વતાસામાન્યનું ગ્રહણ કરે છે. શંકા : આ નય તો પરસ્પર સ્વતંત્ર એવા સામાન્ય-વિશેષનું ગ્રહણ કરનાર છે ને ? સમાધાન : હા, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય વગેરે ગ્રન્થોમાં આ પ્રમાણે કહ્યું છે. તેમ છતાં શાસ્ત્રોના અન્ય વિધાનો વગેરે પરથી આ માનવું જરૂરી બને છે કે નૈગમનય ઊર્ધ્વતા સામાન્યને જોનાર છે. જેમકે આવશ્યક નિર્યુક્તિ સમાધાનમ્

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78