Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 35
________________ સમાધાન : આમાં કશું અજુગતું નથી, કારણકે એ સિવાય સંગતિ શક્ય નથી. વળી ઊર્ધ્વતાસામાન્ય અંગે પણ આવું જ છે. અનેક અવસ્થાઓમાં અન્વયિ હોય તે ઊર્ધ્વતાસામાન્ય..પણ નેગમનયે પિંડ-શિવક-સ્થાસ વગેરે બધું “ઘટ' જ છે. તેથી અનેક અવસ્થા જેવું છે જ નહીં, તો એમાં અવયિ શું ? ત્યાં એમ જ સંગતિ કરવી પડે છે કે વ્યવહારનયે જે પિંડ વગેરે અનેક અવસ્થાઓ એ બધામાં નેગમનયે “ઘટ' છે, માટે એ ઊર્ધ્વતાસામાન્ય છે, ને નૈગમનયનો વિષય છે. એટલે, નક્કી થાય છે કે, સામે રહેલા કંબૂઝીવાદિમાનું પદાર્થને નગમનય “ઘટ'ઊર્ધ્વતાસામાન્યરૂપે જુએ છે', સંગ્રહનય “ઘટ' તિર્યક્ષામાન્ય રૂપે જુએ છે અને વ્યવહારનય રક્તવર્ણાદિ ગુણોના આધારરૂપે જુએ છે. સંગ્રહનયની જે દૃષ્ટિ વિશ્વના તમામ પદાર્થોનો “આ સત્' “આ સત્” એમ સંગ્રહ કરે છે, એટલે કે બધાને માત્ર “સ” રૂપે માને છે તે સર્વવિશુદ્ધ સંગ્રહનય છે. એટલે કે આ નયે એક માત્ર “સતું' છે, એ સિવાય કશું નથી. હવે, સંગ્રહાયની જે દૃષ્ટિ અનંતા આત્માઓનો “આત્મા' તરીકે સંગ્રહ કરે છે, તેમાં જડ પદાર્થો છૂટી જાય છે, એનો સંગ્રહ થતો નથી. એટલે આ કંઇક અશુદ્ધ સંગ્રહનય છે. એમ ઘટને સંગ્રહનયની જે દૃષ્ટિઓ ક્રમશઃ “જડ' તરીકે, પાર્થિવ' તરીકે અને “ઘટ' તરીકે જુએ છે તે ક્રમશઃ વધુ ને વધુ જડ પદાર્થો પણ છૂટી જતા હોવાથી ઉત્તરોત્તર વધુ ને વધુ અશુદ્ધ, અશુદ્ધતર સંગ્રહનયા દૃષ્ટિઓ છે. આવું દરેક બાબતમાં જાણવું. વ્યવહારનય ઃ આ નય લોકવ્યવહારને અનુસરનારો છે એટલે લોકમાં જે વ્યવહાર પ્રધાનપણે ચાલતા હોય એવી આની દૃષ્ટિ હોય છે. લોકો પિંડશિવક-Dાસ વગેરે અવસ્થાઓને એક તરીકે સ્વીકારતા નથી, અલગ-અલગ માને છે, એટલે નેગમનય ઊર્ધ્વતાસામાન્ય દ્વારા જે અવસ્થાઓને એક માને છે તે બધીને આ નય અલગ-અલગ માને છે. એ જ રીતે લોક હજારો ઘડાને બધાને અલગ-અલગ જ માને છે, તેથી સંગ્રહનય “ઘટ' તરીકે જે ઘડાઓને એક માને છે તે બધાને આ નય અલગ-અલગ માને છે. હવે, વ્યવહારનયની વ્યાખ્યા જોઇએ-જે વિશેષને જાણે છે, ઉપચાર બહુલ છે, વિસ્તૃત અર્થવાળો છે અને લૌકિક વ્યવહારને અનુસરે છે તે વ્યવહારનય છે. સંગ્રહનય એમ કહે છે કે “વનસ્પતિ' બોલતાં આંબો-લીમડો વગેરે જેવા જ જણાય છે, માટે બો-લીંબડો વગેરે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે જે સમાધાનમ્ =

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78