Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 37
________________ આગમમાં જણાવ્યું છે કે બધા જ બાદર સ્કંધો વર્ણાદિ (૨૦)વાળા હોય છે. અર્થાત્ એમાં પાંચે વર્ણ, પાંચે સ્વાદ, બન્ને ગંધ અને આઠે સ્પર્શ હોય છે. પણ લોકમાં ભમરો કાળો, ખાંડ મીઠી, અત્તર સુગંધી અને અગ્નિ ઉષ્ણ આવો જ વ્યવહાર થતો હોવાથી આ વ્યવહાર નય પણ ભમરાને પાંચ વર્ણવાળો ન કહેતાં કાળાવર્ણવાળો જ કહે છે. માટે આ નય લોકવ્યવહારને અનુસરનારો છે. વળી આ નય ઘડાને રૂપ-૨સાદિગુણોવાળો, આત્માને જ્ઞાનસુખાદિગુણોવાળો માને છે, એટલે કે ગુણના આધારરૂપે માને છે તેથી આધારાંશગ્રાહી હોવાથી એ દ્રવ્યાર્થિકનય છે. આમ દ્રવ્યના ત્રણ અંશ હોવાથી એક એક અંશનો ગ્રાહક એક-એક નય...એ ન્યાયે આ પ્રથમ ત્રણ નયો દ્રવ્યાર્થિક છે. પણ પર્યાયના કોઇ અંશ નથી, એટલે એનો ગ્રાહક એક જ શબ્દનય પર્યાયાર્થિક છે. એટલે ત્રણ દ્રવ્યાર્થિક, એક ઋજુસૂત્ર અને એક પર્યાયાર્થિક નય...એમ પાંચ નય છે. તત્ત્વાર્થસૂત્રમાં નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ૠજુસૂત્ર અને શબ્દ...એમ પાંચ નયો કહેલા જ છે. અનુયોગદ્વારમાં પણ તિě સાયાળ (સૂ. ૧૪૮) દ્વારા શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણે નયનો ‘શબ્દનય’ તરીકે ઉલ્લેખ કરેલો જ છે. આમ નયો પાંચ હોવા છતાં, દ્રવ્યાર્થિક નયો તો ત્રણ છે, તો પર્યાયાર્થિક નયો પણ ત્રણ હોવા જોઇએ, એમ સમાનતા ક૨વા માટે પર્યાયાર્થિકનયોના પણ શબ્દ (સાંપ્રત), સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ પ્રકારો કહેવાય છે. જેમ નૈગમ-સંગ્રહ વગેરેનો વિષય જ જુદો છે એમ આ ત્રણનો વિષય જુદો નથી, માત્ર શબ્દનય કરતાં સમભિરૂઢ સૂક્ષ્મતર દષ્ટિએ જુએ છે ને એવંભૂતનય સૂક્ષ્મતમ દૃષ્ટિએ જુએ છે. આમ સૂક્ષ્માદિદ્રષ્ટિભેદે આ ત્રણ ભેદ જાણવા. એટલે દ્રવ્યાર્થિક ત્રણ નયો, એક ઋજુસૂત્ર અને પર્યાયાર્થિક ત્રણ નયો...એમ કુલ સાત નય કહેવાય છે. દરેકના ૧૦૦-૧૦૦ ભેદ કરીને નયોના ૭૦૦ ભેદ પણ કહેવાય છે. બાકી તો ખાવડ્યા વયળપા તાવા જેવ કુંત્તિ ચવાયા (અર્થ : જેટલા વચનથો છે એટલા જ નયવાદ છે.) વચનાનુસાર નયોના પાર વિનાના ભેદ પણ કહી શકાય છે. શંકા : ૠજુસુત્ર નય ક્યો છે ? દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક ? સમાધાનમ્ · ૨૩

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78