________________
બળતું હોય ત્યારે આપણને ચોક્કસ પ્રકારની વાસ આવે છે, તેવું અનુમાન તો સૌને છે. આ વાસ દ્વારા કશુંક બળે છે તેવો જે નિર્ણય કર્યો તેમાં “અનુમાન' કામ કરે છે. આપણી બાજુના ઘરમાંથી અથવા દૂરથી ધુમાડો નીકળતો આપણે જોઇએ, તો તે વડે, ત્યાં અગ્નિ હોવો જોઇએ એવો જે નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ દ્વારા જ થાય છે. દૂર દૂર ક્યાંક અગ્નિના ભડકા દેખાય ત્યારે ત્યાં આગ લાગી હોવી જોઇએ એવું આપણે સમજી જઇએ છીએ. આગ હોલવનાર બંબાને, ઘંટ વગાડતો વગાડતો, ઝડપભેર જતો આપણે જોઇએ ત્યારે પણ કોઇક સ્થળે આગ લાગી છે એવું આપણે માનીએ છીએ.
દૂરથી શરણાઇ અગર બેન્ડવાજાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે કિશોક ઉત્સવ હોવાનું આપણે ધારી લઈએ છીએ. આ બધું અનુમાન પ્રમાણ ગણાય છે. દૂરની કોઈ પણ વસ્તુ યા બાબત વિષે નિર્ણય કરવામાં આ “અનુમાન પ્રમાણ” આપણને સહાયભૂત થાય છે. આ દૂર ના બે પ્રકાર છે. એક “કાળથી દૂર' એટલે ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સંબંધ ધરાવતું અને બીજું ક્ષેત્રથી દૂર' એટલે આપણા રહેવાના સ્થળથી દૂર
આ જ રીતે, સૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન પણ અનુમાન પ્રમાણથી થઇ શકે છે.
ઉપધાન પ્રમાણ : સાદશ્યના જ્ઞાન વડે થતું જ્ઞાન તે “ઉપમાન પ્રમાણ” ગણાય છે. દાખલા તરીકે, આપણે ત્યાં એક મહેમાન આવે છે. આપણા આંગણામાં એક ગાય બાંધેલી તે જુએ છે. ગાયને જોઇને તે ભાઇ આપણને એમ કહે છે કે તેમના પ્રદેશમાં બરાબર ગાયના જેવું જ એક પ્રાણી થાય છે અને તે રોઝ નામથી ઓળખાય છે. પછી આપણે ક્યારેક તે ભાઇના પ્રદેશમાં જવાનું બને છે અને ત્યાં એક એવું પ્રાણી જોઇએ છીએ કે જે ગાય નથી પણ ગાયના જેવું જ છે. પેલા ભાઇની કહેલી વાત તે વખતે આપણને યાદ આવે છે કે “ગાયના જેવું રોઝ હોય છે. આથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ પ્રાણી રોઝ છે.' આ ઉપમાન પ્રમાણ થયું.
આગમ પ્રમાણ : આખ (એટલે જેમનામાં શ્રદ્ધા રાખી શકાય તેવા શ્રદ્ધેય અને પ્રામાણિક) પુરૂષોના વચન, કથન કે લેખનથી જે બોધ (જ્ઞાન) આપણને થાય છે તે આગમ પ્રમાણ કહેવાય છે. સામાન્ય રીતે શબ્દોના આધારે જે જ્ઞાન થાય છે અને શ્રુત પ્રમાણ કહે છે, આગમને શ્રુતનો એક અંશ ગણવામાં આવ્યું છે.
આ આગમ પ્રમાણમાં આપણે શ્રદ્ધાનો ઉપયોગ પણ કરવો પડે છે. શાસ્ત્રોમાં જે જે બાબતો દર્શાવવામાં આવી હોય તેનો જે સ્વીકાર આપણે કરીએ છીએ, તે શાસ્ત્ર પ્રમાણ દ્વારા જ આપણે કરીએ છીએ. આગમો (શાસ્ત્રો)ની
-=-નય અને પ્રમાણે