________________
છે, પણ કશો બોધ એ વખતે પેદા થતો નથી. અસંખ્ય સમય વીત્યા બાદ એક સમય માટે એક અસ્પષ્ટબોધ થાય છે ને પ્રતિભાવરૂપે રમેશ ઊહું કરે છે. અસ્પષ્ટ બોધ એ અર્થાવગ્રહ છે. એમાં નામ-આકૃતિ વગેરે કશાનો ઉલ્લેખ હોતો નથી. માત્ર એક પ્રકાશ..એક બોધ. ઘી કે તેલના દીવાની દિવેટને દિવાસલીની જ્યોત અડાડવામાં આવે તો પણ તરત પ્રજ્વલિત થતી નથી. પંદર-વીસ-પચ્ચીસ સેકંડ સુધી થયેલ જ્યોતનો સંપર્ક દિવેટની એવી ભૂમિકા પેદા કરે છે કે જેથી પછી એ પ્રજ્વલિત થઇ શકે. કન્દ્રિય પણ આવી જ છે. પોતાના વિષયભૂત શબ્દ પુદ્ગલોનો સંપર્ક થવા માત્રથી એ ચાર્જડ થઇ જતી નથી ને જ્ઞાનપ્રકાશ ફેલાવતી નથી. એ માટે એક ચોક્કસ ભૂમિકા સુધી એણે પહોંચવું પડે છે. પર્યાપ્ત માત્રામાં શબ્દ પુદ્ગલોનો સંપર્ક થવા પર એની એ ભૂમિકા આવે છે. આટલો સંપર્ક થવામાં અસંખ્ય સમય લાગી જાય છે. એટલે આ અસંખ્ય સમયોમાં અતિઅલ્પ અસ્પષ્ટ બોધ પણ હોતો નથી. માત્ર વિષય અને ઇન્દ્રિયનો સંપર્ક હોય છે. આ વ્યંજનાવગ્રહ છે. એના અંતે થતો એક સમયનો અસ્પષ્ટ બોધ એ અર્થાવગ્રહ છે. આમ મતિજ્ઞાનના પ્રથમ ભેદ અવગ્રહના બે પેટાભેદ થયા-વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
શંકા વ્યંજનાવગ્રહમાં અંશમાત્ર પણ જ્ઞાન નથી, તો એને મતિજ્ઞાનના ભેદમાં કેમ કહેલ છે ?
સમાધાન : વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ ન હોવા છતાં અર્થાવગ્રહાત્મક જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી જ્ઞાનસ્વરૂપ છે ને તેથી મતિજ્ઞાનના ભેદમાં કહેવાયેલ છે. ' અર્થાવગ્રહ થયા પછી ઇહા થાય છે. જંગલમાં ઠુંઠું અને પુરૂષના અમુક ઊંચાઇ, અમુક પહોળાઇ વગેરરૂપ સમાન ધર્મોના દર્શન પછી જિજ્ઞાસા પ્રવર્તે છે કે આ ઠુંઠું હશે કે પુરૂષ ? આ જિજ્ઞાસા પ્રવર્તવા પર એક ચોક્કસ પ્રકારની વિચારણા ચાલે છે. એમાં યથાયોગ્ય ત્રણ અંશો સંભવે છે. નિર્જન જંગલ છે, સૂર્ય અસ્તાચળે પહોંચી ગયો છે. અહીં માણસની સંભાવના નથી, હૂંઠાની જ સંભાવના છે. આવી વિચારણા એ સંભાવનાની વિચારણા છે.
પક્ષીના માળા પરથી પક્ષી ઊડતું જણાય છે, માટે આ ઠુંઠું હોવું જોઇએ. આવી વિચારણા એ સભૂત અર્થના (વિદ્યમાન વસ્તુના) અસ્તિત્વના હેતુની વિચારણા છે. કપડાં ફરફર થતા જણાતા નથી, હાથ-પગનું હલનચલન જણાતું
-નય અને પ્રમાણ