Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 43
________________ (=અનિત્યત્વને) વિષય કરતો હોય એ જ બોધ જો બ્રોવ્યાંશને (નિત્યત્વને) વિષય કરતો હોય તો જ “પ્રમાણ રૂપ બને છે. ઋજુસૂત્ર નય કાંઇ ધ્રોવ્યાંશ દ્રવ્યને જોતો નથી કે જેથી એ પ્રમાણ બની જાય. આમ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ. એમાંથી એ આધારાંશદ્રવ્યને જે ગ્રહણ કરે છે એ વાતને મુખ્ય કરીને શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ એને દ્રવ્યાર્થિક કહે છે. એ ક્ષણિકત્વને જે ગ્રહણ કરે છે એ વાતને મુખ્ય કરીને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ એને પર્યાયાર્થિક કહે છે એ જાણવું. પણ ક્ષણિકદ્રવ્યની જેમ નિત્યપર્યાય કહી શકાતો નથી, માટે એનો ગ્રાહક કોઇ સ્વતંત્ર નય નથી. શબ્દનય : શબ્દને જ જે મુખ્ય કરે છે તે શબ્દનય. આને સાંપ્રતનય પણ કહે છે. આ પણ જુસૂત્રનયની જેમ સ્વકીય વર્તમાન વસ્તુને જ સ્વીકારે છે, છતાં તે વસ્તુને ઋજુસૂત્રે માનેલી વસ્તુ કરતાં કંઇક વિશેષ રીતે માને છે. એ આ રીતે કે ઋજુસૂત્ર કાળાદિભેદ વસ્તુભેદ માનતો નથી, જ્યારે શબ્દનય એ માને છે. આશય એ છે કે સુમેરૂ હતો, સુમેરુ છે, સુમેરે હશે..આમાં શબ્દનયે અતીત સુમેરૂ કરતાં વર્તમાન સુમેરુ ભિન્ન છે, વર્તમાન સુમેરુ કરતાં ભાવી સુમેરુ ભિન્ન છે. “ઘડો (જલાહરણાદિ) કરે છે. (કર્તાકારક)'. “ઘડો કરાય છે. (કર્મકારક)'. આ બન્નેમાં કારકભેદ હોવાથી ઉલ્લેખાયેલ ઘડા ભિન્ન છે. આમ કારકભેદે વસ્તૃભેદ માને છે. આ જ રીતે લિંગભેદે વસ્તુભેદ માને છે. સંસ્કૃતમાં કિનારાને જણાવનાર તટ શબ્દ ત્રણે લિંગમાં આવે છે. તદઃ, તરી, ત૮...શબ્દનય કહે છે, કે જે પુલિંગ હોય તે સ્ત્રીલિંગ ન હોઇ શકે, જે સ્ત્રીલિંગ હોય તે નપુંસક ન હોઇ શકે. માટે આ ત્રણેનો અર્થ જુદો જુદો છે. એમ શબ્દનય વચનભેદે વસ્તુભેદ માને છે. સંસ્કૃતમાં જળને જણાવનાર માપ: શબ્દ બહુવચનાત્ત છે, મમ: શબ્દ એકવચનાત્ત છે. શબ્દનય કહે છે કે આ બન્નેના વાચ્યાર્થ જુદા-જુદા છે, કારણ કે વચનભેદ છે. સંસ્કૃતભાષામાં “તું” ને જણાવવા માટે – અને મહાન બે શબ્દો વપરાય છે. આમાં ત્વે ને દ્વિતીય પુરૂષ અને મહાન ત્રીજો પુરૂષ મનાય છે, એટલે પુરૂષભેદ છે. આમ પુરૂષભેદ હોવાથી બન્નેના વાચ્યાર્થ અલગ-અલગ છે એમ શબ્દનય કહે છે. એમ ધાતુને લાગતા ઉપસર્ગના ભેદે પણ શબ્દનય વાચ્યાર્થભેદ માને સમાધાનમ્ =

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78