________________
વિચારણામાં દ્રવ્યાર્થિક નય એમ કહે છે-દ્રવ્ય (=ધ્રૌવ્ય) એ જ વસ્તુનું પ્રધાનસ્વરૂપ છે, ઉત્પાદ-વિનાશ નહીં. આમ પ્રધાન સ્વરૂપ તરીકે જ દ્રવ્યાર્થિકનય ઉત્પાદવિનાશનો નિષેધ કરે છે...ગૌણ રૂપે તો એનો નિષેધ કરતો નથી. માટે એ દુર્નય બની જતો નથી. આ જ રીતે પર્યાયાર્થિકનય ધ્રૌવ્યનો જે નિષેધ કરે છે તે પ્રધાનસ્વરૂપ તરીકે જ, ગૌણસ્વરૂપ તરીકે નહી, માટે એ પણ દુર્નય નથી.
પ્રશ્ન - આનો અર્થ એ થયો કે નય પ્રધાનરૂપે ઇતરાંશનો પ્રતિક્ષેપ કરે છે, ને ગૌણરૂપે પ્રતિક્ષેપ કરતો નથી. તો આમાં પ્રધાનરૂપે પ્રતિક્ષેપ શું છે ? અને ગોણરૂપે અપ્રતિક્ષેપ શું છે ?
ઉત્તર - સાંભળો, જે અપેક્ષાએ વિવક્ષિત નય પ્રવર્તે છે તે અપેક્ષાને છોડ્યા વિના કરાતી વિચારણામાં ઇતરાંશનો કરાતો પ્રતિક્ષેપ એ પ્રધાનરૂપે છે અને અપેક્ષાને છોડી દઇને કરાતી વિચારણામાં ઇતરાંશનો જે કરાતો સ્વીકાર એ ગૌણરૂપે અપ્રતિક્ષેપ છે. તે આ રીતે-દ્રવ્યાર્થિકનય દ્રવ્યની અપેક્ષાએ જીવમાં નિત્યત્વને જુએ છે અને કહે છે. આ દ્રવ્યની અપેક્ષાને જ ઊભી રાખીને એ જીવમાં અનિત્યત્વને જે નકારે છે તે ઇતરાંશરૂપ અનિત્યત્વનો પ્રધાનરૂપે પ્રતિક્ષેપ છે, અને દ્રવ્યની અપેક્ષા છોડીને પર્યાયની અપેક્ષાએ જીવમાં અનિત્યત્વનો જે સ્વીકાર છે તે ઇતરાંશરૂપ અનિત્યત્વનો ગૌણરૂપે અપ્રતિક્ષેપ છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે પોતાની અપેક્ષાને છોડવી અને ઇતરાંશનો સ્વીકા૨ ક૨વો...આ બન્ને ગર્ભિતરૂપે જ હોય છે, નહીં કે વ્યક્તરૂપે. (માટે જ એ અપ્રતિક્ષેપ ગૌણરૂપે કહેવાય છે.)
આ વાતને વૃક્ષના દૃષ્ટાન્તથી સમજીએ. એક વૃક્ષ છે. એની શાખા (ડાળી) ૫૨ કપિસંયોગ (=વાંદરાનો સંયોગ) છે. એના મૂળમાં કપિસંયોગાભાવ (=વાંદરાના સંયોગનો અભાવ) છે. બે પુરૂષો છે. બન્ને માત્ર શાખાને જોઇ રહ્યા છે. એમાં પ્રથમ (પુરૂષ) (A) શાખા એ વૃક્ષનો એક અવયવ છે' એવું માને છે. (B) બીજો ‘શાખા એ જ સંપૂર્ણ વૃક્ષ છે’ એમ માને છે. જો કે પ્રથમ પણ શાખાને જ જોઇ રહ્યો છે, નહીં કે મૂળને...અને એટલે ૧) એ શબ્દથી વ્યક્તરૂપે ક્યારેય પણ વૃક્ષ: પિસંયોગમાવવાન્, અથવા વૃક્ષ: પિસંયોગમાવવાનપિ આવું સ્વીકારતો નથી કે બોલતો નથી, ઉલટું, વૃક્ષ: પિસંયોગ્યેવ (વૃક્ષ વાંદરાના સંયોગવાળું જ છે) એમ કપિસંયોગનું સાવધારણ વિધાન, અને વૃક્ષો નૈવ
જ
નય અને પ્રમાણ