________________
૪૧૮
મલવસ દરી ચરિત્ર
પ્રકરણ ૬૪ મું.
મહાબળ અને મલયસુંદરી સંયમ માર્ગમાં
દેશના સાંભળી મહાબળ પરિવાર સહિત શહેરમાં આવ્યું અને શતબળ, સહસ્ત્રબળ તથા મલયસુંદરી પ્રમુખ કુટુંબ વર્ગને બેલાવી પિતાની સંયમમાર્ગ અંગિકાર કરવાની આતુરતા જણાવી.
મલયસુંદરી તે પૂર્વજન્મનાં કટુક વિપાકે સાંભળ્યાં તથા અનુભવ્યાં ત્યારથી જ વિરક્ત થયેલી હતી, કેવળ મહાબળની ઈચ્છાને આધીન થઈને જ આટલા વખત પ્રહસ્થાવાસમાં રહી હતી. મહાબળના આ વચનો સાંભળી તેના ઉત્સાહમાં વધારે થયો. નેહ બંધનોને તેડી નાંખી મહાબળની સાથે ચારિત્ર લેવા માટે તૈયાર થઈ રહી.
કુમાર શતબળ તથા સહસ્ત્રબળે પિતૃભક્તિને લઈ રાજ્યમાં રહેવા આગ્રહ કર્યો, પણ મહાબળની આત્મ ઉન્નતિ માટેની તીવ્ર લાગણી દેખી કુમારોને તેની ઇચ્છાને આધીન થવું પડ્યું.
સાગરતિલકનું રાજ્ય પ્રથમથી જ તેણે શતબળને આપ્યું હતું એટલે પૃથ્વી સ્થાનપુરના રાજ્ય ઉપર રાજા તરીકે સહસ્ત્રબળને આ નિષેક કર્યો. રાજા શતબળ તથા રાજા સહસ્ત્રબળે અષ્ટન્ડિકા મહત્સવ પૂર્વક મહાબળ અને મલયસુંદરીને મહાન દિક્ષા મહોત્સવ કર્યો.