Book Title: Karm Tani Gati Nyari
Author(s): Arunvijay
Publisher: N M Vadi Gopipura Surat

View full book text
Previous | Next

Page 6
________________ કરી. જૈનધર્મમાં સર્વજ્ઞ ભગવતે સમજાવેલ કર્મનું સ્વરૂપ સરળ અને રચક ભાષામાં દષ્ટાંત સાથે આઠ કર્મનું સ્વરૂપ સમજાવવાનું પૂજ્યશ્રીએ આ વ્યાખ્યાનમાલામાં શરૂ કર્યું. અદ્ભુત અને સચેટ કર્મનું શાસ્ત્રીય સ્વરૂપ સાંભળવા જનતા ચારે તરફથી ઊમટવા માંડી. આવાં અણમોલ વ્યાખ્યાને છપાવી પ્રસિદ્ધ કરવાની માંગને સંતોષવા શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર” અમારી સંસ્થાએ બીડું ઝડપ્યું. અને શ્રી સુરત સંધના ઉદાર મુરબી દાનવીર શ્રેષ્ઠીઓના (જેમની યાદી આગળ આપેલી છે) સાથ અને સહકારના ઉદાર સૌજન્યથી દર રવિવારે પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી.આ સુંદર સહકાર આપે તે બદલ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્યશ્રીના ચાલુ વ્યાખ્યાનમાં બેસીને શ્રી કપિલરાય નાનાલાલ ઠાકુરે ઝડપભેર પ્રવચને ઉતારી આપ્યાં ...તેમણે સુંદર અવતરણ કર્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. ' આ પુસ્તિકાઓના શુદ્ધીકરણ માટે વિશેષ ઝીણવટભરી દષ્ટિથી પિતાના સમયને જે બેગ સુરતના જૈન સંઘના જાણીતા અને માનીતા પંડિતજી શ્રી ગુણવંતલાલ જેચંદભાઈ ઠારે આવે છે તે બદલ તેમને પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અને દર રવિવારે ઠીક સમયસર દરેક વ્યાખ્યાનની પુસ્તિકાઓ છપાવીને પ્રસિદ્ધ કરવા બદલ શ્રી મહાવીર પ્રિન્ટર્સવાલા દિનેશભાઈ શાહને આભાર પણ અવશ્ય માનીએ છીએ. તેમજ નેમુભાઈ વાડી પાઠશાળાના અજય, નિકેશ, અનિલ, જિગ્નેશ વગેરે વિદ્યાથીઓએ પુસ્તિકાના વિતરણનું કાર્ય સંભાળી જે ઉત્તમ સાથે આપ્યો છે તે બદલ તેમને પણ જરૂર યાદ કરીએ છીએ. તથા વિદભાઈ બાબુલાલ શાહ અને જિતેન્દ્ર ચીનુભાઈ શાહે સર્વ વ્યવસ્થા માટે જે સાથ આપે છે તે બદલ તેમને પણ આભાર.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 524