Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' જૈતાપનિષદ્ રાજાને પરાસ્ત કરી મહાસંધની ભક્તિ કરી. ઇત્યાદિ હજારો દૃષ્ટાંતે માજીદ છે. જેનામાં ચતુર્વિધસધની ભક્તિની લાગણી નથી તે જૈન નથી. મુસલ્મા જેમ દિનના નામે પ્રાણ આપવા તૈયાર થાય છે તેમ જેએ ચતુર્વિધસ ધની ભક્તિમાં જિનનાનામે પ્રાણ આપવા તૈયાર થાય છે તે ખરા જૈન ખની શકે છે. શ્રાવક-શ્રાવિકાસ બની ભક્તિ માટે નવકારશી વગેરે જે રીવાજો હાલ હયાત હાય તેના કદાપિ નાશ ન થવા જોઇએ. નવકારશી સત્ર જમણુ વગેરે ભક્તિ—પ્રવૃત્તિથી જૈનકામમાં ઐક્ય વૃદ્ધિ પામે છે. ચતુર્વિધસધ એ પચ્ચીશમા તીર્થંકર છે. જીવતા તીર્થંકરરૂપ ચતુર્વિધમહાસંધની ભક્તિ કરવાથી જૈનાતી કરક ખાંધે છે અને સ્વ સિદ્ધિને પામે છે. देवगुरुसेवा र सिकाः દેવગુરૂના સેવારસિકર્જના આત્માની શક્તિયાને ખીલવી શકે છે. હજારા ઉપાયે દેવગુરૂની સેવા કરી શકાય છે. દેવગુરૂની સેવા કરવાથી સભ્યત્વની શુદ્ધિ કરી શકાય છે અને અનેક મનુષ્યાને સમ્યકત્વ પ્રાપ્તિમાં નિમિત્તભૂત ખની શકાય છે. દેવશુસેવારસિકજૈતા અને ત્યાં સુધી દરરાજ પ્રભુનાં તથા ગુરૂનાં દર્શન કરીને ખાય છે અને દેવગુરૂની પૂજા કરીને આત્માની શુદ્ધિ કરી શકે છે. ગુરૂની સેવા-ભક્તિ કરવાથી જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ થાય છે. તથા ગુરૂની કૃપા મેળવી શકાય છે. ગુરૂની કૃપાથી જેને નગુણા, નગુરા બની શકતા નથી. ગુરૂના હૃદયમાં પરમાત્માના વાસ હાય છે તેથી ગુરૂની કૃપામાં પરમાત્માની કૃપાના પણ અંતર્ભાવ થાય છે. ગુરૂના હૃદયમાં પરમાત્માના વાસ હાવાથી ગુરૂની કૃપા એ પરમાત્માની કૃપા અવમેધવી. ગુરૂકૃપા વિના કોઇ મનુષ્ય એકદમ પરમાત્મપદનેપ્રાપ્ત કરી શકતા નથી. જેનાપર ગુરૂની કૃપા થઇ તેનાપર પરમાત્માની કૃપા થઈ એમ નિશ્ચય છે. ગુરૂસેવામાં જેને રસ પડે તે ગુરૂની કૃપા મેળવીને પરમાત્માની માનસિક, વાચિક, કાયિક સેવા કરી શકે છે. ગુરૂની કૃપા મેળવવા માટે સદ્ગુરૂના આત્માની સાથે પોતાની અભેદતા કરવી જોઇએ. જેના વિચારા ક્ષણે ક્ષણેસ્વચ્છંદથી ગુરૂપરથી ભાવ બદલાયા કરે છે તે ગુરૂની સેવામાં રસિક ખૂની શકતા નથી, અને આ કાળમાં ગુરૂની સેવા વિના પરમાત્માને ઓળખી શકાતા નથી. જે ગુરૂની સેવા કરી તેમની કૃપા મેળવે છે તેના હ્રયમાં પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50