Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનોપનિષદ. - ૧૫ દરરોજ જાપ કરવો જોઇએ. ઉપાધ્યાયાદિએ વર્ધમાન વિદ્યાનો જાપ કરવો. જોઈએ. શ્રાવાએ ઋષિમંડલ મંત્રનો જાપ કરવો જોઈએ. ગુરૂગમ વિધિ પૂર્વક માની જાપાદિ દ્વારા ઉપાસના કરવાથી શાંતિ તુષ્ટિ પુષ્ટિ પરમાત્મ પદ પ્રાપ્તિ થાય છે. व्यावहारिकधार्मिकसर्वशुभशक्तिग्राहकाः . વ્યાવહારિક અને ધાર્મિક સર્વ શુભ શક્તિના ગ્રાહક જૈને પ્રગતિમાન બની શકે છે. મન, વાણું, કાયા અને આજીવિકાની ધન વિગેરે શક્તિ ખીલવવી અને તેને વ્યાવહારિક કાર્યોમાં તથા ધાર્મિક કાર્યોમાં જવી. રાજ્યસત્તામાં અગ્રપદ મેળવવું, પ્રધાનાદિ પદવીઓને પ્રાપ્ત કરવી, એના રક્ષકદિની પદવીઓને પ્રાપ્ત કરવી, અમેરિકા અને ઈંગ્લાંડના મોટા વ્યાપારીઓની હરિફાઈ કરવી. સર્વ પ્રકારની ભાષાઓના પ્રોફેસર બનવું. સર્વપ્રકારની હુન્નરકળાનું શિક્ષણ લેઈ તેનાં કર્મો કરવાં ઇત્યાદિ વ્યાવહારિક શુભ શક્તિયો કહેવાય છે. ગૃહસ્થ જૈને વ્યાવહારિક શુભ શક્તિઓને ગ્રહે છે. વ્યાવહારિક શુભ શક્તિની પ્રાપ્તિથી સ્વાતંત્ર્ય જીવન અને દેશની, ધર્મની ઉન્નતિ કરી શકાય છે. શક્તિ વિનાને મનુષ્ય દુનિયામાં જીવવાને લાયક નથી. અમેરિકાના જંગલી લેકે શુભ વ્યાવહારિક શક્તિની પ્રાપ્તિ વિના નષ્ટ પ્રાયઃ થઈ ગયા. સર્વ વ્યાવહારિક શુભ શક્તિની ક્ષીણતાથી જેને ચાલીશ કરોડ ભરીને તેર લાખ થયા. મોટા મોટા રાજાઓ, પ્રધાને, સેનાપતિઓ, જગત શેઠે, મોટા વ્યાપારીઓ મટીને સામાન્ય પંક્તિમાં આવી ગયા. તેથી ધર્મની શુભ શક્તિઓને પ્રચાર કરવામાં મન્દ શક્તિવાળા બની ગયા. લક્ષ્મી, સત્તા, વિદ્યા અને શારીરિક શક્તિયોની પ્રાપ્તિ વિના જેને દુનિયામાં અન્ય લેકની પાછળ પડી કચરાઈ જવાના અને તેથી નામ શેષ ધર્મ થઈ જવાને ભય રહે છે. આત્માની જ્ઞાનાદિક શક્તિ ખીલવવી. જોઈએ. જૈન ધર્મની શ્રદ્ધા વિના આત્મબળ ખીલતું નથી માટે ધાર્મિક શક્તિને સેવા, દાન, ધર્માભ્યાસથી ખીલવવી જોઈએ.' सर्वशक्तिविघातकाऽशुभविचाराचारनिवारकाः સવ શુભ શકિતના વિઘાતક જે જે અશુભ વિચાર હોય છે તેઓનું નિવારણ કરનાર જૈને હોય છે. બાળલગ્નથી કાયિકલને નાશ થાય છે. સૃષ્ટિવિરૂદ્ધકર્મ કરવાથી શરીરની પાયમાલી થાય છે તેથી તેવા અગ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50