Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનેપનિષદુ. ગયો છે અને આ પ્રમાણે જે ચાલશે તો જેમને સર્વ રીતે નાશ થવાને અને તેનું પાપ તેના આગેવાન સંઘવીએ, આચાર્યો અને સાધુઓને લાગવાનું. પારસી કેમ હવે સ્પર્ધામાં સત્તાબળ, ક્ષાત્રબળ, વ્યાપારબળ અને વિદ્યાબળથી આગળ વધે છે. જૈનમ પરસ્પર ફિરકાઓના ઝગડા કર્યા કરે છે અને તેથી તેનું બળ પરસ્પરમાં લડવાથી ક્ષીણ થઈ ગયું છે. આ પ્રમાણે જેનેની સ્થિતિ થવાનું કારણ ખરેખર તેઓ અજ્ઞ રહેવા લાગ્યા તે છે, અને અજ્ઞ અતિ દયાનું પરિણામ છે. જૈનો વ્યાપારી હોવાથી ધનમાં મગ્ન થયા અને તેથી તેઓ મુંજશેખમાં મસ્ત થયા અને તેનું પરિણામ એ આવ્યું કે, ક્ષાત્રબળ, વિદ્યાબળ, શરીરબળથી ભ્રષ્ટ થયા. સાધુઓએ પણ તેમની વ્યાવહારિકઉન્નતિથી પતિતદશા થાય છે, એ તરફ ન અવલોકતાં એકલા નિવૃત્તિમાર્ગને પિષવા તરફ લક્ષ્ય આપ્યું. જૈનકેમ ધનભેગથી વિદ્યાવિહીન થઈ અને તેથી તે સર્વ પ્રકારના બળથી ક્ષીણ થવા લાગી. તેમાં નિવૃત્તિમાર્ગના ઉપાસક સાધુઓને તે દોષ આપી શકાય તેમ નથી, કારણ કે સાધુઓએ વિદ્યાબળ, ક્ષાત્રબળ, વ્યાપારબળ પ્રાપ્ત કરતાં અંતરાય કર્યો નથી. જેને મેંછલા થયા, વિદ્યા રહિત થયા, તેમની આજીવિકા પ્રવૃત્તિનાં સાધનમાં સંતેષ માની લીધો તેથી તેઓ સર્વ પ્રકારનાં વ્યાવહારિકબળોથી ક્ષીણ થતા ગયા. હવે જૈનોએ સ્વધર્મમાં સર્વ પ્રકારની શક્તિને ખીલવવી જોઈએ. ક્ષીણ થએલી શક્તિોને પાછી મેળવવા પ્રયત્ન કરો જોઈએ. ધર્મબળની સાથે રહીને સ્પર્ધાથી અન્યબળ પ્રાપ્ત કરવાં જોઈએ. स्वास्तित्वसंरक्षकाः જૈનેનાં આગમ, જૈનેની સંખ્યા, જૈનેનાં મંદિરે ઇત્યાદિ જેનું સ્વત્વ છે, સર્વસ્વ છે, તેનું પરંપરાએ અસ્તિત્વ ચાલ્યા કરે એવી પ્રવૃત્તિ વડે સ્વાસ્તિત્વ સંરક્ષક જૈને વર્તે છે. ધર્મ શ્રદ્ધાનંત જૈને પર જૈનેનાં તીર્થો વગેરેને આધાર છે. જેની વિદ્યા, શક્તિ, ક્ષાત્ર શક્તિ, ધન શક્તિ, પ્રજા શક્તિ વગેરે શક્તિ વડે સ્વાસ્તિત્વ સંરક્ષા થાય છે. હાલના જૈનોની પાછળ લાખ ગણું જેને વધતા જાય એવા ઉપાયો વડે જૈનોનું સ્વાસ્તિત્વ સંરક્ષવું જોઈએ. એ હતાશ ન બનવું જોઈએ. ચડતી પડતીનું ચક્ર સદાકાલ સર્વ કામો પર પ્રવર્યા કરે છે. જેનોની હવે સર્વ બાબતમાં પ્રગતિ થવાને જુસ્સો જેમાં પ્રકટવા લાગે છે અને તેનું ફળ પ્રગટ્યા વિના રહેવાનું નથી. કારણ કે કાર્યની પૂર્વે ઉદયના પ્રથમ વિચારે પ્રકટે છે. જ્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50