________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ અધ્યાય : ૨
ઉ. જે કર્મના ઉદયથી હાડોની સંધિ અર્ધકીલિત
હોય.
૧૮૫ પ્ર. કીલક સંહનન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી હાડની સંધિ પરસ્પર કીલિત
હોય.
૧૮૬ પ્ર. અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી જુદા જુદા હાડ નસોથી બંધાયેલા હોય, પણ પરસ્પર કીલિત ન હોય. ૧૮૭ પ્ર. વર્ણ નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં રંગ હોય. ૧૮૮ પ્ર. ગંધ નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં ગંધ હોય. ૧૮૯ પ્ર. ૨સ નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રસ હોય. ૧૯૦ પ્ર. સ્પર્શ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં સ્પર્શ હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com