________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૭૩
ઈચ્છા
ઉ. જેવી રીતે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત નાના પ્રકારના ભોજનોને મનુષ્ય હસ્તદ્વારા વિશેષપૂર્વક ગ્રહણ કરે છે અને વિશેષ ઇચ્છાના અભાવમાં ઉદર પૂર્ણ કરવાને માટે સામાન્ય ભોજનનું ગ્રહણ કરે છે, તેવી જ રીતે આ જીવ વિશેષ કષાયના અભાવમાં યોગ માત્રથી કેવળ શાતાવેદનીયરૂપ કર્મને ગ્રહણ કરે છે, પરંતુ તે યોગ જો કોઈ કષાય વિશેષથી અનુરંજિત હોય તો અન્યાન્ય પ્રકૃતિઓનો પણ બંધ કરે છે.
૩૦૮ પ્ર. પ્રકૃતિબંધના કારણત્વની અપેક્ષાથી આસવના કેટલા ભેદ છે ?
ઉ. પાંચ ભેદ છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ.
૩૦૯ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે ?
ઉ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અદેવમાં (કુદેવમાં ) દેવબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અધર્મ(કુધર્મ) માં ધર્મબુદ્ધિ, ઇત્યાદિ વિપરીતાભિનિવેશરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે.
૩૧૦ પ્ર. મિથ્યાત્વના કેટલા ભેદ છે ?
ઉ. પાંચ ભેદ છે-એકાન્તિક મિથ્યાત્વ, વિપરીત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com