________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન હોય તેને અનાદેય નામકર્મ કહે છે. ૨૧૬ પ્ર. યશકીર્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા થાય તેને યશ-કીર્તિ નામકર્મ કહે છે. ૨૧૭ પ્ર. અયશકીર્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા ના થાય તેને અયશકીર્તિ નામકર્મ કહે છે. ૨૧૮ પ્ર. તીર્થંકર નામકર્મ કોને કહે છે?
ઉ. અહંત પદના કારણભૂત કર્મને તીર્થકર નામકર્મ કહે છે. ૨૧૯ પ્ર. ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંતાનનાં કમથી ચાલતા આવેલ જીવના આચરણરૂપ ઉચ્ચ નીચ ગોત્રમાં જન્મ થાય, તેને ગોત્રકર્મ કહે છે. ૨૨૦ પ્ર. ગોત્રકર્મના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com