________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ અધ્યાય : ૨ એ કારણથી ૧૬ તો એ ઘટી, અને પાંચે શરીરના પાચે બંધન તથા પાંચે સંઘાતનું ગ્રહણ કરેલું નથી, તે કારણથી તે દશ ઘટી અને સમ્યમિથ્યાત્વ તથા સમકીત મોહનીય એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે સમ્યગ્દષ્ટિ-જીવ પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરે છે. ત્યારે આ બે પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એ કારણથી એ બે પ્રકૃતિઓ ઘટી ગઈ. ૩૩૧ પ્ર. દ્રવ્યાસવના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- એક સામ્પરાયિક અને બીજો ઇર્યાપથ. ૩૩ર પ્ર. સામ્પરાયિક આસ્રવ કોને કહે છે?
ઉ. જે કર્મ પરમાણુ જીવના કષાયભાવોના નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય, તેના આસ્રવને સામ્પરાયિકઆસ્રવ કહે છે. ૩૩૩ પ્ર. ઇર્યાપથઆસવ કોને કહે છે?
ઉ જે કર્મ પરમાણુઓનો બંધ, દય અને નિર્જરા એક જ સમયમાં થાય, તેના આસ્રવને ઈર્યાપથઆસ્રવ કહે છે. ૩૩૪ પ્ર. એ બન્ને પ્રકારના આસવોના સ્વામી કોણ કોણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com