________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૫૭
૨૪૭ પ્ર. આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કેટલી છે?
ઉ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અન્તરાય, એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ત્રીસ ક્રોડા ક્રોડી સાગરની છે, મોહનીય કર્મની સિત્તેર ક્રોડાક્રોડી સાગરની છે. નામકર્મ અને ગોત્રકર્મની વીશ વીશ(૨૦) ક્રોડાક્રોડી સાગરની છે અને આયુકર્મની તેત્રીસ(૩૩) સાગરની છે. ૨૪૮ પ્ર. આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી કેટલી છે ?
ઉ. વેદનીય કર્મની બાર(૧૨) મુહૂર્ત, નામ તથા ગોત્રકર્મની આઠ આઠ(૮) મુહૂર્તની અને બાકીનાં સમસ્ત કર્મોની અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.
૨૪૯ પ્ર. ક્રોડાક્રોડી કોને કહે છે?
ઉ. એક કરોડને એક કરોડ ગુણવાથી જે સંખ્યા થાય તેને એક ક્રોડાક્રોડી કહે છે.
૨૫૦ પ્ર. સાગર કોને કહે છે ?
ઉ. દશ ક્રોડાક્રોડી અદ્ધાપલ્યોનો એક સાગર થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com