________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૭૧
પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે પર્યાય કાર્ય. ઉપાદાનકારણ તે જ ખરું કારણ છે. ૨૯૮ પ્ર. દ્રવ્યબંધ કોને કહે છે ?
ઉ. કાર્માણકંધરૂપ પુદ્ગલદ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્યબંધ કહે છે.
૨૯૯ પ્ર. ભાવબંધ કોને કહે છે ?
ઉ. આત્માના યોગકષાયરૂપ ભાવોને ભાવબંધ કહે
છે.
૩૦૦ પ્ર. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે ?
ઉ. આત્માના યોગકષાયરૂપ પરિણામ દ્રવ્યબંધનુ નિમિત્તકારણ છે.
૩૦૧ પ્ર. દ્રવ્યબંધનું ઉપાદાનકા૨ણ શું છે ?
ઉ. બંધ થવાના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ કાર્માણ સ્કન્ધને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ કહે છે. ૩૦૨ પ્ર. ભાવબંધનું નિમિત્ત કા૨ણ શું છે ?
ઉ. ઉદય અને ઉદીરણા અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ કર્મ ભાવબંધનું નિમિત્ત કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com