________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૩૯ ૧૭) પ્ર. નિર્માણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના થાય, તેને નિર્માણકર્મ કર્યું છે. ૧૭પ્ર. આંગોપાંગ નામકર્મ કોને કહે છે?
ઉ. ઔદારિક, વૈક્રિયિક, આહારક આંગોપાંગ, જેના ઉદયથી અંગ ઉપાંગોના ભેદ પ્રગટ થાય છે. (મસ્તક, પીઠ, હૃદય, બાહુ, ઉદર, ઢીચણ, હાથ પગ તેને અંગ કર્યું છે. કપાળ નાસિકા, હોઠ, આદિ ઉપાંગ છે ). (-દ્ર. –સંપા-૪૮) ૧૭૧ પ્ર. બંધન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરોના પરમાણુ પરસ્પર સંબંધને પ્રાપ્ત થાય, તેને બંધન નામ કર્મ કહે છે. ૧૭૨ પ્ર. સંઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરનાં પરમાણુ છિદ્રરહિત એકતાને પ્રાપ્ત થાય. ૧૭૩ પ્ર. સંસ્થાન નામકર્મ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com