________________
ઉત્પન્ન થવો જઘન્ય કાર્ય ગણાતું હતું. તે સમયે સાથે જન્મેલાં પરસ્પર એકબીજા ઉપર અધિકાર સમજતાં હતાં. આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે કોઈએ પોતાની સાથે ન જન્મેલી કન્યાને પત્ની બનાવી હોય અને એ રીતે લગ્ન કર્યા હોય. ધીમે ધીમે લોકોના મનમાં લગ્નની ઉપયોગિતા સમજવા લાગી.
ઋષભની બે પત્નીઓમાં એક તેમની સાથે જન્મેલી સુનંદા હતી. બીજી કન્યાનાં માતાપિતા મૃત્યુ પામેલાં હતા. માતાપિતાના મૃત્યુથી તો એ સમયે કોઈ ફરક પડતો નહોતો. યૌગલિકકાળમાં જીવનના અંતે જ સંતાનોત્પત્તિ થતી હતી. થોડોક સમય લાલનપાલન કર્યા પછી માતાપિતા તરત મૃત્યુ પામતાં હતાં. પાછળથી તે ભાઈબહેન ખાવાપીવાની વ્યવસ્થા કોઈપણ મુશ્કેલી વગર જાતે કરી લેતાં હતાં, પરંતુ આ કન્યાનો તો જીવનસાથી છોકરો પણ મૃત્યુ પામેલો હતો. યૌગલિક જગતમાં કદાચ આ પ્રથમ જ ઘટના હતી. પરંતુ સામૂહિક જીવનના અભાવે આ ઘટનાની જાણકારી તમામ લોકો સુધી પહોંચી નહોતી. આસપાસના કેટલાક લોકોને જ્યારે ખબર પડી ત્યારે તેમને તેનું ભારે અચરજ થયું. કન્યા બિચારી ત્યાં ફળફૂલ ખાઈને દિવસો વીતાવવા લાગી.
એક વખત ત્યાંથી મરુદેવા માતા ફરવા નીકળ્યાં. તેમણે કન્યાને એકલી જોઈને પૂછ્યું, “તારો સાથી ક્યાં ગયો ?' કન્યાએ સમગ્ર આપવીતી કહી સંભળાવી.
મરુદેવાએ વિચાર્યું, એકલી કન્યા કેવી રીતે જીવન પસાર કરશે? એને હું ઘેર લઈ જાઉં તો કેવું સારું ! ઋષભ સાથે તે પણ રમશે. મોટી થઈને ઋષભને બે પત્નીઓ ગણાશે. આવી ભાવનાથી અભિપ્રેરિત મરુદેવા કન્યાને પોતાના ઘેર લઈ ગયાં. આગળ જતાં તે કન્યા સુમંગલાના નામથી ઋષભની બીજી પત્ની બની. સંતાન
યૌગલિક કાળમાં સીમિત સંતાનનો નિયમ અટલ હતો. પ્રત્યેક યુગલના જીવનમાં એક જ વખત સંતાનોત્પત્તિ થતી હતી અને તે પણ યુગલરૂપે જ ! તેમાં પણ એક છોકરો અને બીજી છોકરી જ જન્મતાં હતાં. સર્વપ્રથમ ઋષભના ઘેર આ પરંપરા તૂટી. ઋષભની પત્ની સુનંદાને તો એક જ યુગલ ઉત્પન્ન થયું - બાહુબલી અને સુંદરી. સુમંગલાને પચાસ યુગલ જમ્યાં, જેમાં પ્રથમ યુગલમાં ભારત અને બ્રાહ્મીનો જન્મ થયો, બાકીનાં ઓગણપચાસ યુગલોમાં માત્ર પુત્ર જ પુત્ર પેદા થયા. આમ અઠ્ઠાણું પુત્રો તો આ થયા અને ભરત બાહુબલી બંને બે બહેનો સાથે જન્મ્યા. ઋષભને કુલ
ભગવાન શ્રી ઋષભદેવ ૨૧