________________
વ્યક્તિ મૃત્યુ પામે, તે જ ગજસુકુમાલનો હત્યારો છે.'
કૃષ્ણ વાસુદેવ ત્યાંથી નીકળ્યા. શોકકુલ હોવાને કારણે તેઓ રાજમાર્ગ ઉપરથી ન જતાં અંદરના રસ્તે રાજમહેલ તરફ ચાલ્યા. રસ્તામાં સોમિલ મળી ગયો. કૃષ્ણ વાસુદેવને જોતાં જ ભયગ્રસ્ત થઈને તે ત્યાં ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. વાસુદેવ સમજી ગયા કે હત્યારો એ જ છે. દોરડા વડે તેનો પગ હાથીના પગ સાથે બાંધી દીધો. અને સમગ્ર શહેરમાં તેને ફેરવ્યો. ઉત્કૃષ્ટ તપસ્વી ઢંઢણ
એક વખત ભગવાન નેમિનાથ દ્વારિકા પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. પ્રવચનના ઉત્સુક દ્વારિકાના નાગરિકો વિશાળ સંખ્યામાં પધાર્યા. વાસુદેવ કૃષ્ણ પણ પધાર્યા. પ્રવચન થયું. દેશના પૂર્ણ થયા પછી વાસુદેવ કૃષ્ણ પૂછ્યું, “ભંતે ! આપના શ્રમણ સંઘમાં એમ તો સૌ સાધનાશીલ છે, પરંતુ સર્વોત્કૃષ્ટ તપસ્વી કોણ છે?' પ્રભુએ કહ્યું, “એમ તો સઘળા શ્રમણ સાધનારત છે, પરંતુ તપસ્યામાં ઉત્કૃષ્ટતા આજે તમારા પુત્ર ઢંઢણ પાસે છે, તેને દીક્ષા લીધાને આજે છ મહિના વીતી ગયા છે. છતાં તેણે હજી સુધી મુખમાં પાણી પણ લીધું નથી !'
પ્રભુએ આગળ કહ્યું, “મેં દીક્ષાના દિવસે તેને કહ્યું હતું કે કોઈ બીજ સાધુ સાથે તું જઈશ તો તને ભોજન મળશે, નહિતર અંતરાય છે. જ્યાં સુધી આ કર્મ રહેશે ત્યાં સુધી આહાર-પાણી મળશે નહિ. ઢંઢણે એ જ ક્ષણે મારી પાસે એવો અભિગ્રહ લઈ લીધો હતો કે તેને જે દિવસે પોતાની લબ્ધિનો આહાર મળશે, તે જ દિવસે તે ગ્રહણ કરશે.” તે પહેલાં આહાર માત્રનો પોતે ત્યાગ કરશે. તે દિવસથી મુનિ ઢંઢણ નિયમિત રીતે ગોચરી માટે જાય છે અને સમભાવપૂર્વક પાછા ફરીને સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ રીતે છ મહિનાની તપસ્યા કરવાનું સરળ નથી. વાસ્તવમાં ઢંઢણ ઘોર તપસ્વી છે, ઉત્કૃષ્ટ તપસ્વી છે.'
વાસુદેવ શ્રીકૃષ્ણ ભાવવિહવળ થઈને પૂછ્યું, “ઢંઢણ મુનિ અત્યારે ક્યાં છે? હું તેમનાં દર્શન કરવા ઇચ્છું છું.” પ્રભુએ કહ્યું, “રાજમહેલ જતી વખતે તમને રસ્તામાં ઢંઢણનાં દર્શન થઈ જશે.” વાસુદેવ કુષ્ણ વંદન કરીને રાજમહેલ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં ઢંઢણ મુનિ ગોચરી માટે નીકળેલા મળ્યા. વાસુદેવ કૃષ્ણ હાથી ઉપરથી નીચે ઊતર્યા વિધિવત્ વંદના કરી. ભગવાન નેમિનાથના ધર્મસંઘમાં ઉત્કૃષ્ટ તપસ્વી આપ જ છો એવી સુખદ જાણ પણ કરી. મુનિ મધ્યસ્થ ભાવથી આગળ વધ્યા. કૃષ્ણમહારાજ રાજમહેલ તરફ ચાલ્યા.
મુનિ થોડાંક કદમ આગળ ચાલ્યા, ત્યાં એક શ્રેષ્ઠી પોતાના ભવનમાંથી
તીર્થકરચરિત્ર ૧૫૮