Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 245
________________ ભગવાનના શિષ્ય સિંહમુનિએ ઉપરોક્ત ચર્ચા સાંભળી તો તેમનું ધ્યાન ખંડિત થઈ ગયું. સિંહ અણગારને તેથી ખૂબ દુઃખ થયું અને દુઃખથી આક્રાંત થઈને જોરજોરથી રડવા લાગ્યા. ભગવાને સંતોને મોકલીને તેને બોલાવ્યો અને કહ્યું, સિંહ ! તું મારા વિષેની અનિષ્ટ કલ્પનાની ચિંતા કરીશ નહીં. હું હજી સાડા પંદર વર્ષ સુધી જીવવાનો છું.” સિંહ, “ભગવાન ! આપનું વચન સત્ય હો. અમે પણ એવું જ ઈચ્છીએ છીએ. પરંતુ દુઃખની વાત તો એ છે કે આપણું શરીર પ્રતિદિન ક્ષીણ થતું જાય છે. શું આ બીમારીને મિટાવવાનો કોઈ ઉપાય નથી ?' ભગવાને કહ્યું, “સિંહ ! અવશ્ય છે. તારી ઇચ્છા હોય તો તું આ જ મેંઢિયા ગામમાં રેવતી ગાથાપત્નીના ઘેર જા. તેના ઘેર કુમ્હડા તથા બિજોરા દ્વારા બનેલા બે પાક તૈયાર છે. તેમાંથી પ્રથમ જે મારે માટે બનેલું છે તેને છોડીને બીજા પાકને લઈ આવ જે અન્ય પ્રયોજન વશ બનાવેલ છે.” ભગવાનની આજ્ઞા મેળવીને પ્રસન્નચિત્તે સિહ મુનિ બીજોરા પાક લઈને તેમની પાસે આવ્યા. ભગવાને તે ઔષધિનું સેવન કર્યું અને પોતે તદ્દન નીરોગી બની ગયા. ભગવાન પૂર્વવત સ્વસ્થ થઈ ગયા. મેઢિય ગામથી વિહાર કરીને ભગવાન મિથિલા પધાર્યા. ત્યાં ચાતુર્માસ સંપન્ન કર્યો. મતભેદ થતાં જમાલિ ભગવાનથી અલગ પડી ગયો. ભગવાનની પુત્રી સાથ્વી પ્રિયદર્શના પણ પ્રથમ અલગ પડી. ત્યાર બાદ શ્રાવક ઢંક દ્વારા પ્રતિબોધ પામીને પુનઃ ભગવત્ ચરણોમાં પહોંચીને પોતાની સંયમ સાધનામાં લીન થઈ ગઈ. સર્વજ્ઞતાનું સોળમું વર્ષ મિથિલાનો પાવસ પ્રવાસ સંપન્ન કરીને ભગવાન શ્રાવસ્તી પધાર્યા. ત્યાં પાર્શ્વ પરંપરાના પ્રભાવશાળી આચાર્ય કેશીશ્રમણ પોતાના પાંચસો સાધુઓ સહિત શ્રાવસ્તી પધાર્યા. ગૌતમ સ્વામીની સાથે કેશીકુમાર શ્રમણનો દીર્ઘ વાર્તાલાપ ચાલ્યો. તેનું વિસ્તૃત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રનાં ત્રેવીસમાં અધ્યયનમાં ઉપલબ્ધ છે. ગૌતમના વિચારોથી પ્રભાવિત થઈને કેશીકુમાર શ્રમણે પોતાના પાંચસો સાધુઓ સહિત ચાતુર્યામ ધર્મથી પાંચ મહાવ્રત ધર્મનો સ્વીકાર કર્યો અને મહાવીરના શ્રમણ સંઘમાં જોડાઈ ગયા. શ્રાવસ્તીથી અહિચ્છત્રા થઈને હસ્તિનાપુર પધાર્યા. ત્યાંનો રાજા શિવ પહેલાં સંન્યાસી પરંપરામાં દીક્ષિત થયો. તપસ્યા દ્વારા તેને વિભંગ અજ્ઞાન તથા અવધિ દર્શન પ્રાપ્ત થયું. તે દ્વારા સાત દ્વીપ-સમુદ્રને જોવા લાગ્યો તથા તેણે નિર્ણય જણાવ્યો કે સાત જ દ્વીપ સમુદ્ર છે. ગૌતમના પૂછવાથી ભગવાને કહ્યું, “સાત નહીં, અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે.” આ વાત જ્યારે શિવ પાસે પહોંચી ત્યારે તે શંકિત બની ઊઠ્યો. આ શંકાથી તે વિશેષ જ્ઞાનવિલુપ્ત બન્યો. શંકાનું ભગવાન શ્રી મહાવીર | ૨૨૭

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268