________________
અગ્નિની ઉત્પત્તિ
એક દિવસ કેટલાક લોકો ઉદ્ભ્રાન્ત થઈને ઋષભ પાસે દોડતા આવ્યા. પોતાના હાથ બતાવતાં કહ્યું, “આવા ફોડલા પડી ગયા, હવે શું કરીએ ? બાબાએ પૂછ્યું, “આવું કઈ રીતે થયું?' તેમણે કહ્યું, “બાબા ! જંગલમાં લાલ લાલ રત્નો ઉત્પન્ન થયાં છે. દેખાવમાં અત્યંત આકર્ષક છે. શરૂમાં કાળુ કાળું કશુંક નીકળે છે, પછી લાલ થઈ જાય છે, ઊંચે જાય છે તેમાંથી લાલ લાલ કણ પણ નીકળે છે. અમે વિચાર્યું કે આને બાબા પાસે લઈ જઈએ. તેઓ જ કહેશે કે આનું નામ શું છે અને તેનો ઉપયોગ શો છે? અમે એમાં હાથ નાખ્યો તો ભારે પીડા થઈ, અને જોયું તો આવા ફોડલા પડી ગયા. બાબા ! આ કઈ ચીજ છે? અમને તો હવે ડર લાગી રહ્યો છે.”
બાબાએ હસતાં હસતાં કહ્યું, “અરે ! તમારા સભાગ્યે અગ્નિ પેદા થયો છે. તેનાથી ડરવાની જરૂર નથી, તેને સમજવાની જરૂર છે અને આવનારા યુગમાં તેને માનવીય સભ્યતા તથા સમૃદ્ધિનો આધાર માનવામાં આવશે. આ તો અત્યંત લાભદાયક છે. તેનો ઉપયોગ કરવાનું શીખો. ભોજન રાંધવું
કેટલાંક લોકોએ એક દિવસ બાબાને ફરિયાદ કરી, “બાબા ! અમે પેટ તો ભરીયે છીએ, પરંતુ પહેલાં જેવું નથી રહ્યું. પહેલાં ખાધા પછી પેટ ક્યારેય ભારે નહોતું થતું. આજકાલ પેટ ભારેભારે રહે છે, ક્યારેક ક્યારેક તો પેટમાં પીડા પણ થાય છે. ભૂખ લાગે છે, તેથી ખાવું તો પડે છે, પરંતુ આ સમસ્યા છે.” બાબાએ કહ્યું, “તમે લોકો અત્યાર સુધી કાચું ભોજન કરતાં રહ્યાં છો. તેથી તે દુષ્પાચ્ય રહેવાથી પેટ ભારે લાગે છે. કાલથી તમે સૌ ભોજનને અગ્નિમાં રાંધીને ખાજે.'
બીજા દિવસે લોકોએ અનાજને અગ્નિમાં નાખી દીધું. અગ્નિ બુઝાઈ જતાં જોયું તો કાંઈ જ બચ્યું નહોતું, સઘળું અનાજ બળીને રાખ થઈ ચૂક્યું હતું. નિરાશ થઈને સૌ વળી પાછા બાબા પાસે પહોંચ્યાં અને ફરિયાદ કરતાં કહ્યું, “બાબા ! અનાજ તો અગ્નિએ જ ખાઈ લીધું. અમે શું ખાઈએ ? બાબા ! આપ જ કહો કે, હવે અનાજ રાંધીએ તો કઈ રીતે?” બાબાએ આ સમસ્યાના ઉકેલ માટે માટીનું એક પાત્ર બનાવ્યું. પોતે કુંભાર બન્યા. તમામ પ્રકારની જરૂરિયાતો પ્રમાણે નાનાં-મોટાં વાસણો બનાવીને સૌને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે જણાવ્યું. ભોજન કેવી રીતે રાંધવામાં આવે છે તેની સંપૂર્ણ પાકવિદ્યા લોકોને સમજવી. લોકો ત્યારથી ખોરાકને રાંધીને ખાવા લાગ્યા. તેની પહેલાં સૌ કાચું ભોજન જ ખાતાં હતાં. અસિ-કર્મશિક્ષણ
ઋષભે એક વર્ગ એવો પણ તૈયાર કર્યો કે જે લોકોના રક્ષણની
તીર્થકરચરિત્ર ૨૪