________________
નિરપરાધ પશુઓની આવી દશા જોઈને રાજા વિમલના હૈયામાં દયાનો ભાવ જાગ્યો. તેણે શિકારીને પાસે બોલાવ્યો અને તેને સમજાવીને શિકારનો ત્યાગ કરવા કહ્યું. પ્રસંગવશ તે પ્રાણીઓને અભયદાન મળી ગયું. અંતે તેમણે ચારિત્રગ્રહણ કર્યું.
રાજા વિમલનો આ ભવમાં પછીનો ભવ મનુષ્યરૂપે નક્કી થયો. સંયમી વ્યક્તિની જ નહિ, સમ્યક્ત્વી વ્યક્તિની પણ ગતિ વૈમાનિક દેવલોકમાં થાય છે. લાગે છે એવું કે જ્યારે રાજાના મનુષ્યભવનો બંધ થયો હતો તે સમયે તેમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહિ હોય. જો સમ્યક્ત્વી અવસ્થામાં અથવા ચક્રવર્તી પદની પુણ્યપ્રકૃતિનો બંધ થયા પછી મનુષ્ય ભવ નક્કી થયો હોત તો તેને તે ક્ષેત્રનો ‘અચ્છેરા' સમજવો જોઈએ.
ત્રેવીસમો ભવ- મનુષ્ય
પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરી હતી. ત્યાંનો રાજા ધનંજય હતો. તેની પટરાણી ધારિણીદેવીના ગર્ભમાં નયસારના જીવે જન્મ લીધો. ચૌદ મહાસ્વપ્નો દ્વારા જન્મ લેનાર આ બાળકનું નામ પ્રિય મિત્ર પાડ્યું
પ્રિયમિત્રને રાજ્યનો ભાર સોંપીને રાજા-રાણી દીક્ષિત થઈ ગયાં. આયુધશાળામાં એક વખત ચક્રરત્ન ઉત્પન્ન થયું. ચક્રની સહાયતા વડે છ ખંડો જીતીને તે ચક્રવર્તી બન્યો. લાંબા સમય સુધી ચક્રવર્તી પદ ભોગવ્યા પછી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. પ્રિયમિત્રનું કુલ આયુષ્ય ચોર્યાશી લાખ પૂર્વ હતું.
ચોવીસમો ભવ- સ્વર્ગ
મહાશુક્ર (સાતમા) દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં મહર્ષિક દેવ બન્યા. દેવનું આયુષ્ય સત્તર સાગરોપમ હતું.
પચ્ચીસમો ભવ- મનુષ્ય
સાતમા દેવલોકથી ચ્યવન પામીને નયસારનો જીવ જંબુદ્રીપના ભરતક્ષેત્રની છત્રા નામની નગરીમાં રાજકુમાર નંદનરૂપે જન્મ્યો. પિતા મહારાજા જિતશત્રુ તથા માતા મહારાણી ભદ્રા હતી.
મહારાજ જિતશત્રુએ નંદનને રાજા બનાવી દીધો અને પોતે સંયમવ્રત ગ્રહણ કર્યું. હવે નંદન રાજા બની ગયો. રાજા નંદનનું આયુષ્ય પચ્ચીસ લાખ વર્ષનું હતું. તેમાં ચોવીસ લાખ વર્ષ ગૃહસ્થાવસ્થામાં વીત્યાં. એક લાખ વર્ષનું આયુષ્ય જ્યારે બાકી રહ્યું ત્યારે પોટ્ટિલાચાર્ય પાસે સંયમ ધર્મ પ્રાપ્ત કર્યો. આચાર્ય પાસે અગિયાર અંગનું અધ્યયન કરીને રાજર્ષિ નંદન કઠોર તપસ્વી બની ગયા. એક લાખ વર્ષના સંયમપર્યાયમાં સતત માસ-માસક્ષમણની
તીર્થંકરચરિત્ર C ૧૮૮