________________
[9 / ચન ની યોના ]
ભગવાન શ્રી શ્રેયાંસનાથ
S
તીર્થકર ગોત્રનો બંધ
અર્ધપુષ્કરદ્વીપની પૂર્વ મહાવિદેહના |કચ્છવિજયની ક્ષેમા નગરીમાં રાજા નલિની ગુલ્મ રાજ્યવૈભવ પામવા છતાં બેચેન રહેતા હતા. સઘળું મેળવ્યા છતાં તેમને ખાલીપાનો અનુભવ થતો હતો. આજે તો છે, પરંતુ કાલે શું રહેશે,
એવી ચિંતા તેમને સતત પજવતી હતી. જીવનમાં
Jસ્થાયી શાંતિ મળે તે માટે તેમણે રાજ્યનો ત્યાગ કર્યો. વજદંત મુનિ પાસે પોતે દીક્ષિત થયા તીવ્ર તપ કર્યું અને પરમ અધ્યાત્મ ભાવ દ્વારા કર્મોની ઉત્કૃષ્ટ નિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. ત્યાંથી પંડિતમરણ પામીને તેઓ મહાશુક્ર સ્વર્ગમાં દેવ બન્યા.
کنم وعده
દેવાયુ સંપૂર્ણ ભોગવીને આર્યજનપદની સમૃદ્ધ નગરી સિંહપુરના નરેશ વિષ્ણુદેવની મહારાણી વિષ્ણુદેવીની કૂખે તેઓ અવતરિત થયા. મહારાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોથી સૌને જાણ થઈ ગઈ કે તેમને ત્યાં ભુવનભાસ્કરનો ઉદય થઈ રહ્યો છે. આ સ્વપ્નો અસાધારણ છે. તેને નિહાળનાર માતા તીર્થકર અથવા ચક્રવર્તીને જન્મ આપે છે.
ગર્ભકાળ સમાપ્ત થતાં સુખપૂર્વક મહા વદ બારસના દિવસે પ્રભુનો જન્મ થયો. રાજા વિષ્ણુએ દેવેન્દ્રોના ઉત્સવ પછી અદમ્ય ઉત્સાહથી જન્મોત્સવ ઉજવ્યો. યાચકોને જીવનભર માટે અયાચક બનાવી દીધા. રાજ્યનાં કેદખાનાં ખાલી કરી દેવામાં આવ્યાં. ઘેર ઘેર ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું.
નામકરણના દિવસે રાજ વિષ્ણુએ ઉપસ્થિત લોકોને કહ્યું કે, “છેલ્લા નવ મહિનાથી રાજ્યમાં દરેક પ્રકારનાં શ્રેયસ્કર કાર્યો થયાં છે. રાજવંશ માટે પણ આ મહિનાઓ શ્રેયસ્કર બની રહ્યા છે. લોકો માટે પણ ચારેતરફ મંગલમય વાતાવરણ રહ્યું છે. તેથી બાળકનું નામ શ્રેયાંસ રાખવું જોઈએ. સૌ
તીર્થકરચરિત્ર [ ૯૦