________________
ભગવાન શ્રી સુપાર્શ્વનાથ
S.
..
તીર્થકર ગોત્રનો બંધ
ઘાતકી ખંડદ્વીપની પૂર્વે મહાવિદેહની | ક્ષેમપુરી નગરીના રાજા નંદીસન પૂર્વજન્મોની 3 સાધનાથી અત્યંત અલ્પકર્મી હતા. વ્યાપક
ભોગસામગ્રી મેળવવા છતાં તેઓ ર્દયથી અનાસક્ત હતા. સત્તાના ઉપયોગમાં તેમનું મન ક્યારેય ગોઠતું નહિ. તેઓ સત્તાથી અળગા થવા માટે ઉત્સુક રહેતા હતા. પોતાના
ઉત્તરાધિકારીની યોગ્યતા જોઈ, તેને રાજ્ય સોંપીને તેમણે આચાર્ય અરિદમન પાસે શ્રમણત્વનો સ્વીકાર કર્યો. ઘોર તપ તથા સાધનાનાં વિશિષ્ટ સ્થાનોની વિશેષ સાધના કરી. અપૂર્વ કર્મનિર્જરા કરીને તીર્થંકરગોત્રનો બંધ કર્યો. ત્યાં આરાધક પદ પ્રાપ્ત કરી છઠ્ઠા સૈવેયકમાં દેવ બન્યા. જન્મ
દેવત્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને ભરતક્ષેત્રની વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠસેનના ઘેર મહારાણી પૃથ્વીની કૂખે તેમનો જન્મ થયો. માતાને તીર્થકરત્વનાં સૂચક ચૌદ સ્વપ્નો આવ્યાં. રાજા પ્રતિષ્ઠસેનનો રાજમહેલ હર્ષોલ્લ થઈ ઊઠ્યો. નગરીમાં સર્વત્ર મહારાણીના ગર્ભની વાત ચાલી.
ગર્ભકાળ સમાપ્ત થતાં જેઠ સુદ બારસની મધ્યરાત્રે બાળનો જન્મ થયો. ભગવાનના જન્મકાળમાં માત્ર દિશાઓ જ શાંત નહોતી, સમગ્ર વિશ્વ શાંત હતું. ક્ષણભર માટે સૌ આનંદિત તેમજ પુલકિત થઈ ઊઠ્યાં હતાં. રાજા પ્રતિષ્ઠસેને પુત્રપ્રાપ્તિના હર્ષમાં ખૂબ ધન વહેંચ્યું, યાચક-અયાચક સૌ કોઈ પ્રસન્ન હતા.
જન્મોત્સવની અનેક વિધિઓ સંપન્ન કર્યા પછી નામકરણની વિધિ પણ સંપન્ન કરવામાં આવી. વિશાળ સમારોહમાં બાળકના નામની ચર્ચા ચાલી. રાજા પ્રતિષ્ઠસેને કહ્યું, જ્યારે આ બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાનાં
તીર્થકરચરિત્ર [ ૭૪