Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 238
________________ રાજ સતાનિક અને મહારાણી મૃગાવતીનો પુત્ર, મહારાજ ચેટકનો દોહિત્ર હતો. શ્રમણોપાસિકા જયંતી ઉદયનની ફોઈ હતી. ભગવાનનું આગમન ભણીને રાજા ઉદયન પોતાના સમગ્ર પરિવાર સહિત દર્શનાર્થે ગયા. ઉપદેશ સાંભળ્યો. જયંતી શ્રાવિકાએ ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા અને તેનું સમાધાન પામીને દીક્ષિત થઈ ગઈ. કૌશાંબીથી ભગવાન શ્રાવસ્તી પધાર્યા. ત્યાં ચરમશરીરી સુમનોભદ્ર અને સુપ્રતિષ્ઠએ દીક્ષા લીધી. બંને મુનિઓ અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી વિચરતા વિચરતા પ્રભુ વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાંના નિવાસી ગાથાપતિ આનંદ અને તેમની પત્ની શિવાનંદાએ શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. તે વર્ષે વાણિજ્યગ્રામમાં જ ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું ચોથું વર્ષ વર્ષાવાસ સંપન્ન કરીને મગધ દેશમાં ફરતા ફરતા ભગવાન રાજગૃહ પધાર્યા. સમ્રાટ શ્રેણિકે તેમનાં દર્શન કર્યા. પન્ના અને શાલીભદ્ર જેવા ધનાઢ્ય વેપારીપુત્રો દીક્ષિત થયા. બંને સંબંધે સાળા બનેવી હતા. ધન્ના અણગારે નિર્વાણ પ્રાપ્ત કર્યું. જ્યારે શાલીભદ્ર એકાભવતારી બનીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ બન્યા. તે વર્ષનો ચાતુર્માસ રાજગૃહમાં સંપન્ન થયો. સર્વજ્ઞતાનું પાંચમું વર્ષ ભગવાન રાજગૃહથી ચંપા પધાર્યા. ત્યાંના રાજા દત્તના પુત્ર રાજકુમાર મહચંદે દીક્ષા લીધી. ત્યાંથી સિંધુ-સૌવીરની રાજધાની વીતભય નગરીમાં પધાર્યા. ભગવાનની આ સૌથી લાંબી યાત્રા હતી. આ યાત્રામાં અનેક સાધુ શુદ્ધ આહાર-પાણીના અભાવે સ્વર્ગવાસી થઈ ગયા, કારણકે રસ્તો અતિ વિકટ હતો. દૂર દૂર સુધી વસ્તી તથા ગામનો અભાવ હતો. સિંધુ-સૌવીરના રાજા શ્રાવક ઉદાઈ ભગવાનના આગમનથી અત્યંત પ્રસન્ન થયા. પોતાના ભાણેજ કેશીકુમારને રાજ્ય સોંપીને ભગવાન પાસે દીક્ષિત થઈ ગયા. થોડોક સમય ત્યાં બિરાજીને ભગવાન પુનઃ મગધ જનપદમાં વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં જ તેમણે ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું છઠ્ઠું વર્ષ ચાતુર્માસ પછી ભગવાન વારાણસી પધાર્યા. ત્યાં કોષ્ઠક ચૈત્યમાં પ્રવચન થયું. ત્યાંના કોટ્યધીશ ચૂલની પિતા તથા તેમની પત્ની શ્યામા અને સુરાદેવ તથા તેમની પત્ની ધન્યાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. તે બંને ભગવાનના દશ મુખ્ય શ્રાવકોમાં ગણાય છે. વારાણસીથી ભગવાન આલંબિયા પધાર્યા ત્યાનાં નરેશ જિતશત્રુ પ્રભુના દર્શનાર્થે ગયા. તીર્થકરચરિત્ર | ૨૨૦

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268